ભાજપના નેતાએ મહિલા પત્રકારના ખભા પર રાખ્યો હાથ, માફી માગવી પડી

PC: indianexpress.com

સુરેશ ગોપી, મલયાલમ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા છે. તેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ પણ રહ્યા છે, કેરળના કોઝિકોડમાં મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન સુરેશ ગોપીએ એક મહિલા પત્રકારના ખભા પર બે વખત હાથ રાખી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે જ્યારે પત્રકાર સવાલ પૂછે છે તો સુરેશ ગોપી તેના ખભા પર હાથ મૂકી દે છે, તે પાછળ હટે છે, પરંતુ ભાજપના નેતા ફરીથી તેના ખભા પર હાથ રાખી દે છે.

આ વખત મહિલા પત્રકાર તેમનો હાથ હટાવી દે છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતા સુરેશ ગોપીએ માફી માગી છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, મહિલા પત્રકાર ભાજપના નેતા સુરેશ ગોપીને લોકસભાની ચૂંટણીમાં કેરળથી ભાજપ એક પણ સીટ ન જીતી શકવા બાબતે સવાલ પૂછી રહી હતી. સવાલ હતો કે, ‘સુરેશ ગોપીને ત્રિશૂરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની સંભાવના છે, આ સીટ પરથી ભાજપને ખૂબ આશા છે. તેમણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી અને વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશુર મતવિસ્તારથી ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. આ વખત જીત સુનિશ્ચિત કરવા માટે મતવિસ્તારમાં કામ કરી રહ્યા છે.'

જવાબમાં સુરેશ ગોપીએ તેના ખભા પર હાથ રાખી દીધો અને કહ્યું કે, ‘મને એક પ્રયાસ તો કરવા દે વ્હાલી. રાહ જોઈએ.’ ત્યારબાદ કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ્સ (KUWI)એ મહિલા પત્રકાર સાથે થયેલા દુર્વ્યવહાર માટે સુરેશ ગોપીને માફી માગવા કહ્યું. KUWIએ કહ્યું કે, ‘મીડિયા સાથે વાત કરતી વખત પત્રકાર સાથે દુર્વ્યવહાર કરવા પર સુરેશ ગોપી વિરુદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. અન્ય ઉચિત કાયદાકીય કાયવહી પણ કરવામાં આવશે.’

KUWIના આ નિવેદન બાદ સુરેશ ગોપીએ ફેસબુક પર માફી માગી. લખ્યું, ‘મીડિયા સામે તેની સાથે યોગ્ય વ્યવહારકરવામાં આવ્યો હતો. મેં જીવનમાં ક્યારેય કોઈ સાથે ખોટો વ્યવહાર કર્યો નથી, પરંતુ મારું મંતવ્ય છે કે જો તેમને (મહિલા પત્રકારને) મારા વર્તનથી અસહજ અનુભવાયું હોય, તો આપણે તેનું સન્માન કરવું જોઈએ. જો તેને કોઈ પ્રકારે ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. એક્ટરમાંથી નેતા બનેલા સુરેશે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી લડી હતી અને ત્રિશૂર સીટથી વર્ષ 2021ની કેરળ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ બંને વખત જીતી ન શક્યા. ત્યારથી કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp