બાંગ્લાદેશીઓને બંગાળમાં શરણ આપવા તૈયાર મમતા બેનર્જી, જાણો શું કહે છે UNનો નિયમ

PC: thehindu.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કહેવું છે કે જો હિંસા પ્રભાવિત બાંગ્લાદેશના લોકો બંગાળના દરવાજે આવશે તો તેમને શરણ આપશે. તેમણે તેના માટે યુનાઇટેડ નેશન સમજૂતીનો સંદર્ભ આપ્યો. જેમાં સિગ્નેટરી દેશોથી શરણાર્થીઓને શરણ આપવાની વાત કહેવામાં આવી. મમતાનું કહેવું છે કે, બાંગ્લાદેશમાં હિંસાના મુદ્દે તેઓ કંઇ નહીં બોલે કેમ કે એ કેન્દ્રનું કામ છે, પરંતુ ત્યાં મજબૂર લોકો જો આવશે તો તેમને શરણ આપવામાં આવશે. આવો આ રિપોર્ટમાં જાણીએ કે શું મમતા બેનર્જી પોતાના લેવલ પર બાંગ્લાદેશના સંભવિત શરણાર્થીઓને શરણ આપી શકે છે.

મમતા બેનર્જી જે યુનાઇટેડ નેશન સમજૂતીનો સંદર્ભ આપી રહ્યા છે, તેમાં ભારત એક સિંગનેટરી નથી. તો આ પ્રસ્તાવ પર ભારતના હસ્તાક્ષર નથી અને એવામાં ભારત UNના આ પ્રસ્તાવ હેઠળ કોઇને પણ નાગરિકતા આપતો નથી. ભારતમાં શરણાર્થીઓ પર પોતાના નિયમ કાયદા છે, જે હેઠળ કોઇને શરણ આપવાનું પ્રાવધાન છે. કોઇ વિદેશી નાગરિકને શરણાર્થી સ્ટેટસ આપવાનો અધિકાર રાજ્યોને નથી.

શરણાર્થીઓ પર શું છે ભારતનું સ્ટેન્ડ?

લોકસભામાં સંસદ સુગાતા રોયના એક સવાલ પર ગૃહ મંત્રાલયે 16 માર્ચ 2021ના રોજ પોતાના જવાબમાં કહ્યું હતું કે ભારત શરણાર્થીઓની સ્થિતિ સાથે સંબંધિત 1951ના UN સમજૂતી અને તેના પર 1967ના પ્રોટોકોલ પર સિગ્નેટરી નથી. મંત્રાલયનું કહેવું હતું કે, બધા વિદેશી નાગરિક (શરણ ઇચ્છતા સહિત)ને ફોરેન એક્ટ 1946ના રજીસ્ટ્રેશન પફ ફોરેનર્સ એક્ટ 1939, પાસપોર્ટ (એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા) એક્ટ 1920 અને સિટિઝનશિપ એક્ટ 1955 હેઠળ શાસિત કરવામાં આવે છે.

ગૃહ મંત્રાલયે પોતાના જવાબમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા 2011માં એક SoP જાહેર કરવામાં આવી હતી, જેમાં 2019માં સંશોધન પણ કરવામાં આવ્યું હતું અને આજ SoP હેઠળ દેશની કાયદાકીય એજન્સીઓ શરણાર્થીઓ સાથે ડીલ કરે છે. મંત્રાલયે પુનરાવર્તન કર્યું હતું કે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે ભારતીય નિયમોની જેમ કોઇ પણ વિદેશીને શરણાર્થીનો દરજ્જો આપવાનો કોઇ અધિકાર નથી.

શું છે શરણાર્થીઓને લઇને UN સમજૂતી?

યુનાઇટેડ નેશને યુરોપના શરણાર્થીઓ માટે 1951માં એક પ્રસ્તાવ પાસ કર્યો હતો, જેને 1954માં લાગૂ કરવામાં આવ્યો. ત્યારબાદ 1967ના તેમાં એક સંશોધન પણ કરવામાં આવ્યું હતું અને દુનિયાભરમાં તેને લાગૂ કરવામાં આવ્યું હતું, જેના પર ડઝનો દેશોએ સહમતી આપી હતી. આ એક ઇન્ટરનેશનલ સમજૂતી છે અને એ હેઠળ વૈશ્વિક સ્તર પર શરણાર્થીઓની સુરક્ષા અને તેમના અધિકાર સુનિશ્ચિત કરવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સાધનના રૂપમાં 1951ની સમજૂતી મૂળ રૂપે 1 જાન્યુઆરી 1951 અગાઉ અને યુરોપની અંદર થનારી ઘટનાઓથી ભાગનાર લોકો સુધી સીમિત હતી. 1967ના પ્રોટોકૉલમાં આ સીમાઓને હટાવી દેવામાં આવી હતી અને તેમાં વૈશ્વિક સ્તર પર શરણાર્થીઓને કવર કરવામાં આવ્યા. આ સમજૂતી હેઠળ શરણાર્થીઓના અધિકાર પણ નક્કી કરવામાં આવ્યા, જે હેઠળ તેઓ કોઇ પણ સિગ્નેટરી દેશમાં શરણ લઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp