મમતાનો મમરો: પ્રિયંકા ગાંધીને વારાણસીમાં PM સામે ઉતારો

PC: twitter.com

તાજેતરમાં INDIA ગઠબંધનની મળેલી બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મમરો મુક્યો હતો કે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ઉતારવા જોઇએ. કોંગ્રેસ હજુ સુધી કોઅ જવાબ આપ્યો નથી, પરંતુ  આ સાચં પડે તો શું પ્રિયંકા ગાંધી PM મોદી સામે જીતી શકે ખરા?

વારાણસીમાં 1952થી એક દાયકા સુધી કોંગ્રેસ જીતતી હતી, પરંતુ એ પછી કોંગ્રેસની વારાસણસી બેઠક પર પડતી થઇ. તેમાં પણ વર્ષ 2004ને બાદ કરતા વારણસી બેઠક પર 1992થી 2019 સુધી વારાણસીના લોકો ભાજપને જ ચૂંટણી જીતાડી રહ્યા છે. 2014 અને 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને એમને 60 ટકા કરતા વધારે મતો મળ્યા હતા.

વર્ષ 2019માં પણ એવી ચર્ચા ચાલી હતી કે પ્રિયંકા ગાંધી PM મોદી સામે ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ કોગ્રેસ નેતા અજય રાયને PM સામે ઉતારી દેવામાં આવ્યા હતા.

2014માં અરવિંદ કેજરીવાલે PM મોદી સામે વારાણસીની બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. જો કે કેજરીવાલને તે વખતે 2 લાખ વોટ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp