PM મોદીના નામે સ્ટેડિયમ-મમતા દીદીને ન ગમ્યું, જાણો શું બોલી ગયા

PC: nationalherald.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર દ્વારા ઘણી સ્કીમો માટે ફંડ બહાર ન પાડવાને લઇ ફરી એકવાર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ભવાનીપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મને કોઇ પબ્લિસિટીની જરૂરત નથી. મારા નામે કોઈ સ્ટેડિયમ કે પછી રસ્તા નથી. મમતા બેનર્જીએ કોઈનું નામ લીધું નહીં. પણ માનવામાં આવી રહ્યું છે કે, પ્રધાનમંત્રી મોદી પર તેમણે કટાક્ષ કર્યો છે. CM મમતા બેનર્જીએ કહ્યું કે, ગરીબ લોકોને 100 દિવસોના કામ પછી પણ પેમેન્ટ મળી રહ્યું નથી. અમને મનરેગા માટે ફંડ મળી રહ્યું નથી. પીએમ આવાસ અને રસ્તા યોજના માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા ફંડ અટક્યું છે.

તેમણે દુર્ગા પૂજાના એક આયોજનમાં કહ્યું કે, અમે સદ્ભાવ અને ધાર્મિક એકતાનો સંદેશ આપી રહ્યા છે. અમે વિભાજનકારી રાજકારણ કરતા નથી. અહીં કોઇપણ ધર્મના આધારે ભેદભાવ થતો નથી અને અમે બધાને સાથે લઇને ચાલીએ છીએ. આખી દુનિયા વૈશ્વિક ગામ છે. હું મારી જન્મભૂમિને પ્રેમ કરું છું. માટે હું મોટેભાગે ચૂપ જ રહું છું અને કોઇપણ નેતા પર અંગત હુમલો કરતી નથી. આ ધરતી સંસ્કૃતિ, એકતા અને સદ્ભાવની છે. જ્યાંથી આઝાદીનો સંઘર્ષ શરૂ થયો હતો. દેશની આઝાદીના સંઘર્ષમાં બંગાળી અને સિખ સમુદાયે પોતાનો સર્વશ્રેષ્ઠ બલિદાન આપ્યો હતો.

જણાવીએ કે, લોકસભા ચૂંટણી 2024 પહેલા બંગાળમાં TMC મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એક બાજુ રાશન કૌભાંડના આરોપમાં જ્યોતિપ્રિય મલિકને EDએ અરેસ્ટ કરી લીધા છે તો મહુઆ મોઇત્રા સામે સંસદીય સમિતિ તપાસ કરી રહી છે. જેમના પર કૈશને બદલે સવાલ પૂછવાના આરોપ લાગ્યા છે. તો મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની પણ ED તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ઘણાં અન્ય મંત્રી પણ અરેસ્ટ થઇ ચૂક્યા છે. એવામાં ભ્રષ્ટાચારના મામલામાં ઘેરાયેલ TMC કેવી રણનીતિ અપનાવશે, તે જોવાની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp