મમતાનો દાવ,ગુજરાતના ક્રિક્રેટરને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના નેતા સામે ઉતારી દીધો

PC: business-standard.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિઓ મોટો દાવ રમ્યો છે. ટીમ ઇન્ડિયાના ગુજરાતના એક પૂર્વ ક્રિકેટરને TMCની લોકસભાની ટિકીટ આપી દીધી છે. ગુજરાતના આ ક્રિક્રેટરને કોંગ્રેસના એક મોટા નેતા સામે ઉતારી દેવામાં આવ્યો છે.

મમતા બેનર્જિની આગેવાની હેઠળની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ એક મોટા દાવ રમ્યો છે.પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, જે બહેરામપુરથી ચૂંટણી લડશે. આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી પણ મેદાનમાં હોય તેવી શક્યતા છે. જો બંને દિગ્ગજ સામસામે આવશે તો આ લોકસભા સીટ પર મુકાબલો રસપ્રદ બની રહેશે.

 કોંગ્રેસના નેતા અધીર રંજનની સામે યુસુફ પઠાણની નેટવર્થ કેટલી છે તે વિશે વાત કરીશું. સંપત્તિના મામલે યુસુફ પઠાણ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી કરતા લગભગ 25 ગણા વધારે અમીર છે. તેની પાસે કરોડોની સંપત્તિ છે. તેની પાસે લક્ઝરી કાર, આલીશાન બંગલો અને અન્ય મોંઘી વસ્તુઓ પણ છે. આ સિવાય અધીર રંજન પાસે 2 કરોડ રૂપિયાનું રહેણાંક મકાન, 40 લાખ રૂપિયાની કોમર્શિયલ જમીન અને 6 કરોડ રૂપિયાની બિનખેતીની જમીન છે.

caknowledge.comના કહેવા મુજબ પૂર્વ ભારતીય સ્ટાર ક્રિક્રેટર યુસુફ પઠાણની પાસે 30 મિલિયન ડોલર એટલે કે 248 કરોડ રૂપિયાની નેટવર્થ છે. યુસુફ પઠાણની મોટાભાગની કમાણી ક્રિક્રેટમાંથી આવે છે, જેની વાર્ષિક કમાણી 20 કરોડ રૂપિયાથી વધારે છે. યુસુફ પાસે 6 કરોડ રૂપિયાનો લક્ઝરી બંગલો છે, જેમાં તે પોતાના ભાઇ અને પૂર્વ ક્રિક્રેટર ઇરફાન પઠાણ સાથે રહે છે. બંને ભાઇઓએ વર્ષ 2008માં 2.5 કરોડમાં ઘર ખરીદ્યું હતું.

યુસુફ પઠાણ તેની જિંદગીમાં પહેલીવાર ચૂંટણી લડી રહ્યો છે. યુસુફ પઠાણે ફેબ્રુઆરી 2021માં ક્રિક્રેટના બધા ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધું હતું. પઠાણ 2011માં T20 વર્લ્ડ કપ (2007) અને 50 ઓવરનો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. યુસુફ પઠાણે ભારત માટે 57 ODI મેચોમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 22 ટી20 મેચમાં 236 રન બનાવ્યા છે. તેણે તે વનડેમાં 2 સદી અને 3 અડધી સદી પણ ફટકારી હતી. યુસુફ પઠાણના નામે વનડેમાં પણ 33 અને T 20માં 13 વિકેટ છે. આ સિવાય તે 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની નેટવર્થ 10 કરોડ રૂપિયા છે. જેની સામે તેમણે 85 લાખ રૂપિયાની લોન પણ લીધેલી છે. ચૌધરી પાસે 23 લાખ રૂપિયાની કાર અને 26 લાખ રૂપિયાની જ્વેલરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp