કંગના રણૌત હવે નીતિન ગડકરી સામે પડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી વચ્ચેના શીત યુદ્ધમાં હવે ભાજપના સાંસદ કંગના રનૌત પણ કુદી પડ્યા છે. કંગના પોતાની જ સરકારના વિરોધમાં ઉતર્યા છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બીજલી મહાદેવ રોપ વે પ્રોજેક્ટની જાહેરાત કરેલી છે અને તેનું શિલાન્યાસ પણ ગડકરીએ કર્યુ હતું.
બીજલી મહાદેવના રોપવેને લઇને ખરાહાલ અને કશાવરી ગામના લોકો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રોપ વે પ્રોજેક્ટને કારણે અમારા દેવતા નારાજ થયા છે. કંગનાએ કહ્યું કે, નીતિન ગડકરીને ફરી મળીશ અને તેમને કહીશ કે, અમારા માટે દેવતાનો આદેશ આધુનિકરણ કરતા વધારે જરૂરી છે. અમારા દેવતા નહીં ઇચ્છતા હોય તો આ પ્રોજેક્ટ બંધ કરી દેવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp