મણિશંકરની દીકરીએ રામ મંદિરના વિરોધમાં 3 દિવસ રાખેલું વ્રત, હવે સોસાયટીએ...

PC: opindia.com

કોંગ્રેસના દિગ્ગજ નેતા મણિશંકર ઐય્યરના પુત્રી સુરન્યા ઐય્યરે રામ મંદિર નિર્માણના વિરોધમાં 3 દિવસનું વ્રત રાખ્યું અને સનાતન વિરુદ્ધ અપશબ્દ સોશિયલ મીડિયા પર પોર પોસ્ટ કર્યા હતા. હવે આ મામલાને લઈને સુસાયટીએ સુરન્યા ઐય્યર અને મણિશંકર ઐય્યરને ચિઠ્ઠી લખી છે કે અથવા તો તેઓ સાર્વજનિક રૂપે પોતાના નિવેદન માટે માફી માગે, નહીં તો સોસાયટી છોડીને જાય. સુરન્યા ઐય્યર દિલ્હીના જંગપુરા વિસ્તારમાં રહે છે. બીજી તરફ આ મામલે સુરન્યા ઐય્યરે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સફાઇ આપી છે.

સુરન્યા ઐય્યરે ફેસબુક પર લખ્યું કે, સંબંધિત રેસિડેન્ટ વેલફેર એસોસિએશન (RWA) જે કોલોનીથી છે, ત્યાં હું રહેતી નથી. બીજી વાત મેં હાલમાં સોશિયલ મીડિયાથી વાત ન કરવાનો નિર્ણય લીધો છે કેમ કે અત્યારે ભારતમાં મીડિયા માત્ર ઝેર અને ભ્રમ ફેલાવી રહ્યું છે. તમે બધા મને જાણો છો. મેં ભારતમાં અત્યાર સુધી પોતાની આખી જિંદગી, લગભગ 50 વર્ષ, આ દરમિયાન બધા રાજનીતિક દૃષ્ટિકોણના લોકો સાથે મોટી થઈ છું, ભણી છું, કામ કર્યું છે અને એક્ટિવિઝ્મ કર્યું છે. હાલમાં હું પોતાની વાતો પોતાના ફેસબુક અને યુટ્યુબ પેજો પર જ રાખીશ જેથી તમે પોતે સ્વયં, શાંતિથી તેની બાબતે વિચારી શકો.

હું મીડિયા સર્કસથી બચવાનો પ્રયાસ કરી રહી છું કેમ કે મારું માનવું છે કે ભારતમાં આપણને એક સારા પ્રકારના સાર્વજનિક સંવાદની આવશ્યકતા છે. આવો આપણે ગાળા-ગાળીની જગ્યાએ કંઈક વિચારવાનો પ્રયાસ કરીએ. જય હિન્દ!' ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંગપુરા વિસ્તારમાં રહેનારી સુરન્યાએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક ફેસબુક પોસ્ટ કરી હતી. કહ્યું કે, તેમણે પોતાની માના હાથથી એક ચમચી મધ પીને વ્રત તોડ્યું છે. સુરન્યા ઐય્યરની આ પ્રકારની નિવેદનબાજીથી સોસાયટીના લોકોમાં નારાજગીનો માહોલ પનપી ઉઠ્યો છે. હવે આ મામલે કોંગ્રેસ નેતાની દીકરીને માફી માગવાની વાત કહેવામાં આવી રહી છે.

આ અગાઉ લગભગ 15 દિવસ અગાઉ કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરની દીકરી યામિની ઐય્યર પણ લાઇમલાઇટમાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યામિની ઐય્યરના નેતૃત્વમાં ચાલતા એક ફેમસ થિંક ટેન્કનું ફોરેન કંટ્રિબ્યુશન રેગ્યૂલેશન એક્ટ (FCRS) કેન્સલ કરી દીધો છે. આ થિંક ટેન્કનું નામ સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR) છે. અધિકારીઓ મુજબ આ સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ પહેલા પણ સરકારના રડાર પર હતું. આ અગાઉ આ થિંક ટેન્ક પર ઇનકમ ટેક્સના સર્વે થઈ ચૂક્યા હતા.

ગયા વર્ષે માર્ચમાં ગૃહ મંત્રાલયે CPR અને FCRA લાઇસન્સને સસ્પેન્ડ કર્યું હતું. હવે MHA અને FCRA ડિવિઝનનું લાઇસન્સ કેન્સલ કર્યું હતું. હવે MHAના FCRA ડિવિઝને તેનું લાઇસન્સ કેન્સલ કરી દીધું. નોંધનીય છે કે 82 વર્ષીય મણિશંકર ઐય્યર કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ સિવિલ સેવક રાજનયિક છે. કોંગ્રેસ નેતા ઐય્યર તામિલનાડુના મયિલાદૂથુરાઈ સંસદીય ક્ષેત્રથી 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. એ સિવાય તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા. પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા મણિશંકર ઐય્યરની પત્નીનું નામ સુનિતા મણિ ઐય્યર છે. દંપતિની 3 દીકરીઓ યામિની, સુરન્યા અને સના ઐય્યર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp