મોદીજી એવા પહેલા વડાપ્રધાન છે, જેમણે.. મનમોહન સિંહનો PM પર પ્રહાર

PC: theweek.in

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહે લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણના મતદાન અગાઉ એક તરફ મતદાતાઓને ખાસ અપીલ કરી, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની ભાષા અને નીતિઓને લઈને જોરદાર પ્રહાર પણ કર્યો. ગુરુવારે એક ચિઠ્ઠી જાહેર કરતા મનમોહન સિંહે પંજાબની જનતાને ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે, મારા વ્હાલા સાથી નાગરિકો, ભારત એક મહત્ત્વપૂર્ણ વણાંક પર ઊભો છે.

મનમોહન સિંહે કહ્યું કે, અંતિમ ચરણના મતદાનમાં, અપાણી પાસે લોકતંત્ર અને આપણાં સંવિધાનને સુરક્ષિત રાખવા એક નિરંકુશ શાસનને ખતમ કરવાનો એક અંતિમ અવસર છે. પંજાબ અને પંજાબી યોદ્ધા છે. આપણે પોતાના બલિદાનની ભાવના માટે જાણીતા છીએ. આપણો સદ્વભાવ, સૌહાદ્ર અને લોકતાંત્રિક વ્યવસ્થામાં સહજ વિશ્વાસ આપણા મહાન રાષ્ટ્રની રક્ષા કરી શકે છે. હું આ ચૂંટણી અભિયાન દરમિયાન રાજનીતિક ચર્ચાને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો છું.

તેમણે કહ્યું કે, મોદીજીએ ખૂબ ધૃણાસ્પદ ભાષણ આપ્યા છે, જે પૂરી રીતે વિભાજનકારી છે. મોદીજી એવા પહેલા વડાપ્રધાન છે, જેમણે પદની ગરિમા અને તેમની સાથે પ્રધાનમંત્રી પદની ગંભીરતા ઓછી કરી છે. આ અગાઉ કોઈ પણ વડાપ્રધાને કોઈ ખાસ વર્ગ કે વિપક્ષને નિશાનો બનાવવા માટે આટલી ધ્રૃણિત, અસંસદીય અને નિમ્નસ્તરીય ભાષાનો ઉપયોગ કર્યો નથી. તેમણે મને લઈને પણ કેટલાક ખોટા નિવેદન આપ્યા. મેં પોતાના જીવનમાં ક્યારેય એક સમુદાયને બીજાથી અલગ કર્યા નથી. એ ભાજપનો વિશેષ અધિકાર અને આદત છે. છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે પંજાબ અને પંજાબીયતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી. પંજાબના 750 ખેડૂત શહીદ થયા છે.

મનમોહન સિંહે કહ્યું કે, ખેડૂત સતત મહિનાઓ સુધી દિલ્હીની સીમાઓ પર રાહ જોતા રહ્યા. તેના પર સરકારે હુમલા કરાવ્યા. ખેડૂતોને સંસદમાં આંદોલનજીવી અને પરોપજીવી કહ્યા. મોદીજીએ 2022 સુધી આપણાં ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ ઊલટાની 10 વર્ષમાં ખેડૂતોની આવક ઓછી થઈ ગઈ છે. આપણા ખેતર, પરિવારોની બચતને નષ્ટ કરી દીધી અને તેમને હાશિયા પર છોડી દીધા. આ વખત કોંગ્રેસના ઘોષણપત્રમાં કિસાન ન્યાય હેઠળ 5 ગેરંટી છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે MSPની કાયદાકીય ગેરંટી, ખેતી માટે એક સ્થિત આયાત-નિકાસ નીતિ, લોન માફી અને અન્ય ઘણી જાહેરાતો કરી છે. છેલ્લા 10 વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થામાં અકલ્પનીય ઉથલ-પાથલ જોવા મળી છે. નોટબંદી, ખોટી GST લાગૂ, કોરોનામાં લોકડાઉનના નિર્ણયે દયનીય સ્થિતિ ઉત્પન્ન કરી છે. ભાજપ સરકરના કાર્યકાળમાં એવરેજ GDP વિકાસ દર 6 ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે કોંગ્રેસ-UPAના કાર્યકાળમાં એ લગભગ 8 ટકા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp