મનોજ જરાંગે પાટીલનો દાવો- અનામત વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે મહારાષ્ટ્ર સરકાર

PC: tv9marathi.com

મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શિંદે સરકારે મરાઠાઓને 10 ટકા અનામતવાળું બિલ પાસ કરી દીધું છે, પરંતુ વિરોધ બંધ થવાનો નામ લઈ રહ્યો નથી. હવે અનામતની માગ કરી રહેલા મનોજ જરાંગે શનિવારે સરકાર પર સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે ચાલી રહેલા આંદોલનને નબળું કરવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. મનોજ જરાંગેએ જાલના જિલ્લાના પોતાના અંતરાવાલી સારતી ગામમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ રવિવારે પોતાની આગામી યોજનાનો ખુલાસો કરશે.

સાથે જ તેમણે સમુદાયના લોકોને ત્યાં એકત્ર થવાનો આગ્રહ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર કોટા માટે તેમના પ્રયાસોને નિષ્ફળ કરવા માટે ષડયંત્ર રચી રહી છે અને કૌટુંબિક મરાઠાઓના બ્લડ રિલેટિવ પર અધિસૂચનને કાયદામાં બદલવામાં મોડું થવા પર સવાલ ઉઠાવ્યો છે. સાથે જ તેમણે પોલીસ પર રાજ્યના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઇશારે મરાઠા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કેસ નોંધવાનો પણ આરોપ લગાવ્યો છે.

મનોજ જરાંગેએ કહ્યું કે, શનિવારે મરાઠા સમુદાયના લોકોને શનિવારે પોત પોતાની જગ્યાએ સવારે 11:00 વાગ્યાથી બપોરે 11:00 વાગ્યા સુધી રસ્તા રોકોનું આહ્વાન કર્યું હતું. મહારાષ્ટ્રના બારામતીમાં પણ મરાઠા અનામત લાગૂ કરવા માટે મરાઠા સંગઠનો તરફથી રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું. લગભગ 2 કલાક સુધી રસ્તા બંધ કરવામાં આવ્યા, જેથી ઘણા સમય સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહ્યો.

આ સમયે કાર્યકર્તાઓએ માગ કરી કે, જ્યાં સુધી મરાઠા અનામત લાગૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી મરાઠા સમુદાય તરફથી આક્રમક રૂપે આંદોલન કરવામાં આવશે. સાથે જ પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાન મંડળે મંગળવારે એક દિવસીય વિશેષ સત્ર દરમિયાન સર્વસંમતીથી એક અલગ શ્રેણી હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરઠાઓ માટે 10 ટકા અનામત આપનારું બિલ પાસ કર્યું, પરંતુ જરાંગે OBC હેઠળ સમુદાય માટે કોટાની પોતાની માગ પર અડગ છે.

તો નાગપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે મરાઠા સમાજને અનામત આપતી વખત અન્ય સમાજના અનામત સાથે છેડછાડ કરવામાં નહીં આવે. સરકારે OBCના અનામતને યથાવત રાખતા મરાઠા સમુદાયના લોકોને અલગથી અનામત આપ્યું છે, એટલે OBC સમુદાયમાં સંતુષ્ટિ અને મરાઠા સમુદાયમાં ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં મનોજ જરાંગે પાટીલે પોતાની જિદ્દ છોડી દેવી જોઈએ. સરકારે મરાઠા સમુદાયને અનામત આપ્યું છે એટલે કોઈએ એવો વિરોધ ન કરવો જોઈએ જેથી લોકોને પરેશાની થાય. આ બાબતે જરાંગે પાટીલને પણ અવગત કરાવી દેવામાં આવ્યા છે એટલે હવે તેમણે આંદોલન પૂરું કરી દેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp