મોદી રાજમાં સૌથી વધારે બદલાયા આ વિભાગના મુખિયા, 10 વર્ષમાં 6 મંત્રી, ફરી નવો દાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત કેન્દ્ર સરકારની રચના થઈ ગઈ છે. રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદી સહિત કુલ 72 લોકોએ પદ અને ગોપનિયતાના શપથ લીધા, જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર અને 36 રાજ્ય મંત્રી પણ સામેલ છે. સોમવારના દિવસે જ્યારે મંત્રીમંડળની ફાળવણી થઈ ત્યારે ગૃહ, રક્ષા, નાણાં, વિદેશ સહિત 12 મંત્રાલય એવા હતા જેમના મંત્રીઓને તેમના મંત્રાલયોમાં યથાવત રાખવામાં આવ્યા છે, તો સ્પોર્ટ્સ, કૃષિ, પંચાયતી રાજ જેવા ઘણા મંત્રાલયોની જવાબદારી નવા લોકોના હાથમાં છે.
આ 10 વર્ષોમાં કેટલાક મંત્રાલય એવા છે, જ્યાં ઘણા ફેરબદલ થયા છે. એવું જ એક મંત્રાલય છે ખેલ મંત્રાલય. જેમાં પદભાર છેલ્લા 10 વર્ષોમાં 6 લોકો સંભાળી ચૂક્યા છે. વર્ષ 2014માં જ્યારે પહેલી વખત મોદી સરકાર બહુમત સાથે જીતીને આવી, ત્યારે 45 લોકોએ શપથ લીધા હતા. ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલને બનાવવામાં આવ્યા હતા, જે એ સરકારમાં રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે હતા, પરંતુ જ્યારે 2016ના મે મહિનામાં સર્બાનંદ સોનોવાલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો તેમણે કેન્દ્રના મંત્રી પદ છોડી દીધું.
ત્યારબાદ ઉધમપુરથી લોકસભાની ચૂંટણી જીતીને આવેલા ડૉ. જીતેન્દ્ર સિંહે 23 મે 2016ના રોજ રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીનો કાર્યભાર સંભળ્યો, પરંતુ ડૉ. જીતેન્દ્ર સિંહ માત્ર દોઢ મહિના સુધી જ આ પદ પર રહી શક્યા અને 5 જુલાઇ 2016 આ રોજ તેમની જગ્યાએ વિજય ગોયલને સ્પોર્ટ્સ મિનિસ્ટર બનાવી દેવામાં આવ્યા હતા. વિજય ગોયલ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાં લગભગ 1 વર્ષ કરતા વધારે સમય સુધી રહ્યા, ત્યારબાદ ફરી એક વખત મંત્રીમંડળમાં બદલાવ થયો.
3 સપ્ટેમ્બર 2017ના રોજ ઓલિમ્પિકમાં મેડલ વિજેતા અને ભારતીય સેનાથી સેવાનિવૃત્ત કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના મંત્રી બનાવવામાં આવ્યા, જે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળ ભંગ થવા સુધી રહ્યા. 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની 303 સીટો સાથે NDA પ્રચંડ બહુમત સાથે સતત બીજી વખત જીતીને આવી હતી, ત્યારે કુલ 57 લોકોએ શપથ લીધા હતા. આ વખત સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અરુણાચલ પશ્ચિમથી જીતીને આવનારા કિરણ રિજિજુના હિસ્સામાં આવ્યું. જેમણે મોદી 2.0માં રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભારના શપથ લીધા હતા.
જુલાઇ 2021માં જ્યારે મંત્રીમંડળમાં બદલાવ થયો અને કિરણ રિજિજુને કેબિનેટમાં સામેલ કરીને રવિશંકર પ્રસાદની જગ્યાએ કાયદા મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે અનુરાગ સિંહ ઠાકુરને સૂચના મંત્રાલય સાથે સાથે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની જવાબદારી પણ સોંપી દેવામાં આવી અને 5 જૂન 2024 સુધી સ્પોર્ટ્સ મિનિસ્ટર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાને બનાવવામાં આવ્યા છે, જે ગુજરાતથી સાંસદ છે. ગત સરકારમાં તેઓ સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ અને રસાયણ અને ઉર્વરક વિભાગના મંત્રી હતા. આ વખત સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાને બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp