ચૂંટણી લડવાથી બચી રહ્યા છે કોંગ્રેસના મોટા નેતા? નથી આપી રહ્યા હાઇકમાનને જવાબ

PC: ndtv.com

આજે ગુરુવારે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન પેનલની બેઠક આયોજિત થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી આજની બેઠકમાં કર્ણાટકના ઉમેદવારો પર અંતિમ મ્હોર લગાવી શકે છે. જો કે, આ દરમિયાન કોંગ્રેસ માટે એક મોટા ટેન્શનના સમાચાર પણ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, કોંગ્રેસના ઘણા વર્તમાન મંત્રીઓને પણ ચૂંટણીમાં ઉતારવા માગે છે. જો કે, પાર્ટી નેતૃત્વની અપીલ છતા ઘણા મંત્રી ચૂંટણી લડતા પોતાને સાઇડ કરી રહ્યા છે. આવો જાણીએ શું છે આખો મામલો.

વિધાનસભામાં બમ્પર જીત અને 5 ગેરંટીની અસર છતા જે મંત્રીઓમાં કોંગ્રેસને મજબૂત દાવેદારી દેખાઈ રહી છે, તેઓ ચૂંટણી લડવા માગતા નથી. કોંગ્રેસના પદાધિકારીઓ મુજબ HC મહાદેવપ્પા, સતીશ જાર્કિહોલી, B નાગેન્દ્ર, કૃષ્ણ બાયરેગૌડા, KH મુનિયપ્પા, HK પાટીલ અને ઈશ્વર ખંડેર કેટલાક એવા મંત્રી છે, જેમને ચૂંટણી લડવાની સૂચના આપવામાં આવી છે. જો કે, તેમાંથી એક મંત્રીએ પણ અત્યાર સુધી હા ભરી નથી.

જાણકારો મુજબ, કોંગ્રેસના આ મંત્રીઓમાંથી કેટલાકે તેમની જગ્યાએ પોતાના પરિવારના લોકોના નામ આગળ કરી દીધા છે, જેથી પાર્ટીની ટેન્શન હજુ વધી ગઈ છે. આ નેતાઓને સાંસદની સીટ જીતી લીધા છતા, તેમાં કોઈ રાજનીતિક ફાયદો દેખાઈ રહ્યો નથી કેમ કે બધાને એમ લાગે છે કે ત્રીજી વખત કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનવા જઇ રહી છે. એવામાં માત્ર વિપક્ષી સાંસદ બનીને રહેવાનો ખ્યાલ તેમને પસંદ આવી રહ્યો નથી.

પાર્ટીના પદાધિકારીઓ મુજબ, નવી દિલ્હીમાં થવા જઇ રહેલી આજની બેઠકમાં 28માંથી 14 સીટો પર ઉમેદવાર ફાઇનલ કરી લેવામાં આવશે. બાકી સીટો પર અંતિમ નિર્ણય અગાઉ આ મંત્રીઓ સાથે વધુ એક ચરણની વાતચીત સંભવિત છે. કોંગ્રેસની આજની બેઠકમાં હાલમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ક્રોસ વોટ કરનારા ST સોમશેખરને કોંગ્રેસમાં સામેલ કરીને તેમને બેંગ્લોર નોર્થની સીટથી ચૂંટણી લડવા પર પણ નિર્ણય થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp