ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનો માસ્ટર સ્ટ્રોક, આ નેતાને PM ફેસ જાહેર કરી શકે છે

લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે અને બધી પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. અત્યારે સુધી INDIA ગઠબંધનમાં અનેક સમસ્યાઓ આવી છે, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ નજીકના દિવસોમાં એક માસ્ટર સ્ટ્રોક રમી શકે છે. આગામી દિવસોમાં બહુજન સમાજ પાર્ટીનો સુપ્રીમો માયાવતીને INDIA ગઠબંધનના PM ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરી શકે છે.

જાણવા મળેલી વિગત મુજબ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ માયાવતીની સાથે ફોન પર લાંબી વાત કરી છે અને તેમને ગઠબંધનમાં સામેલ કરવા સમજાવી લેવાયા છે. અત્યાર સુધી માયાવતી ગઠબંધનથી દુર રહ્યા હતા. માયાવતી હા પાડશે તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એક મંચ પર આવી શકે છે.

માયાવતીને પ્રધાનમંત્રી તરીકેના ઉમેદવાર જાહેર કરવા પાછળ કોંગ્રેસનું ગણિત એવું છે કે માયાવતી દલિત ચહેરો છે જે PM મોદીની ટક્કર આપી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp