BJP દેશનો ઝંડો એવી રીતે બદલી દેશે, જેમ તેણે J&Kનું સંવિધાન છીનવી લીધું: મુફ્તી

PC: jantaserishta.com

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર મોટો પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં લોકતંત્રનું મોત થઈ રહ્યું છે. તેના થોડા કલાકો બાદ PDPના પ્રમુખ અને જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ કહ્યું કે ભાજપ સંવિધાનને સમાપ્ત કરી દેશે અને આગામી સમયમાં ભારતને એક ધાર્મિક દેશ બનાવી દેશે. મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, આ લોકો એક દિવસ તિરંગો બદલીને તમારા હાથોમાં ભગવો ઝંડો પકડાવી દેશે. તેઓ એ તિરંગાને બદલી દેશે, જેને તમે ગર્વથી ફરકાવી રહ્યા છો અને તેની જગ્યા પર ભગવો ઝંડો લગાવશે.

ભાજપ પર પ્રહાર કરતા મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, તેઓ આ દેશનો ઝંડો એવી રીતે બદલી દેશે, જેમ તેમણે જમ્મુ-કાશ્મીરનું સંવિધાન અને ઝંડો છીનવી લીધો. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ 5 ઑગસ્ટના રોજ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનું આર્ટિકલ 370 સમાપ્ત કરી દીધું હતું. શુક્રવારે PDPએ તેના વિરોધમાં શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન PDP પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે સોગંધ ખાધા છે કે અમે પોતાનો ઝંડો અને સંવિધાન પાછા લઈશું. અમે તેમને કાશ્મીરના મુદ્દાનું સમાધાન કરવા મજબૂર કરીશું, જેના માટે લોકો લોકોએ પોતાની કુરબાની આપી છે.’

મેહબૂબા મુફ્તીના ડઝનો સમર્થક શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં તેમની સાથે સામેલ થયા હતા અને તેમણે આર્ટિકલ 370ની સમાપ્ત કરવા અને ધરપકડના વિરોધમાં નારેબાજી કરી. આ દરમિયાન મેહબૂબા મુફ્તીએ જમ્મુ-કશ્મીરના મુદ્દાના સમાધાન અને કેદીઓને મુક્ત કરવાની માગણી કરી. મેહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તા મોહિત ભાને કહ્યું કે, અમે સંવિધાનના અનુચ્છેદ 370ને સમાપ્ત કરવાની ત્રીજી વર્ષગાંઠ પર લાલચોક સુધી માર્ચ કરવાના હતા, પરંતુ પોલીસે અમને પોતાની ઓફિસથી જ આગળ વધવાની મંજૂરી ન આપી.

બીજી તરફ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ જમ્મુ-કાશ્મીરના સ્ટેટ્સમાં બદલાવને પડકાર આપવા માટે બધા કાયદાકીય અને સંવૈધાનિક રીતોનો ઉપયોગ કરતા પોતાનો શાંતિપૂર્ણ સંઘર્ષ યથાવત રાખશે. 

ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને 2-15 ઑગસ્ટ સુધી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની DP પર તિરંગો લગાવવાનો અનુરોધ કર્યો છે. વડાપ્રધાનની આ અપીલનું ઘણા વિપક્ષ નેતાઓએ પણ ઉલ્લેખ કર્યો છે. આ ક્રમમાં PDPના અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ પણ બુધવારે ટ્વીટર અકાઉન્ટ પર એક DP લગાવી જેમાં તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઇદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા નજરે પડી રહ્યા છે અને તેમની સામે રાષ્ટ્રીય ધ્વજ અને હવે અમાન્ય થઈ ચૂકેલો જમ્મુ-કાશ્મીરનો ઝંડો દેખાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp