મેહબૂબાની દીકરીએ લખી અમિત શાહને ચિઠ્ઠી, જાણો શું લખ્યું

PC: business-standard.com

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવાયા બાદ જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના નેતાઓને નજરબંધ રાખવામાં આવ્યા છે, જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ પૂર્વ મુખ્યમંત્રીઓમાં ઓમર અબ્દુલ્લા, મેહબૂબા મુફ્તીનો પણ સમાવેશ થાય છે, ત્યારે મેહબૂબા મુફ્તીની દીકરીએ ઇલ્તિઝાએ એક ઓડિયો મેસેજ જાહેર કર્યો હતો.

ઇલ્તિઝા જાવેદે પોતાના ઓડિયો મેસેજમાં કહ્યું હતું કે, તેની માતાની ધરપકડ કરાયાના થોડા દિવસ બાદ તેને ઘરમાં નજરબંધ કરી દેવામાં આવી છે.

આ સિવાય ઇલ્તિઝાએ હોમ મિનિસ્ટર અમિત શાહને ચિઠ્ઠી પણ લખી છે, જેમાં ઇલ્તિઝાએ મીડિયા સાથે વાતચીત કરવાની ધમકી મળવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઇલ્તિઝાએ કહ્યું હતું કે, કાશ્મીરીઓને જાનવરોની જેમ રાખવામાં આવ્યા છે અને ઢાંચાના માનવાધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા છે. આ સિવાય મને મીડિયા સાથે વાત કરવા પર ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp