26th January selfie contest

PDPને તોડવાનો પ્રયત્ન કર્યો તો ભયંકર પરિણામ ભોગવવા પડશે: મહેબુબા

PC: indianexpress.com

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સહયોગથી ચાલતી સરકાર પડી ગયા પછી હવે મહેબુબા મુફતીની સામે તેની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (PDP) પર સંકટ છે. PDPમાં વિદ્રોહના સંકેત જોવા મળી રહ્યા છે અને મહેબુબાએ વિદ્રોહી કાર્યકર્તાઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમએ ભાજપ અને કેન્દ્ર સરકારને પણ ચેતવણી આપી છે કે જો PDPને તોડવાની કોશિશ કરી તો તેના ખતરનાક પરિણામ આવશે. આવુ કહેતા મહેબુબાએ ૧૯૯૦ના કાશ્મીર અને સલાઉદીન જેવા આતંકીઓની વાત પણ કરી.

મહેબુબાએ ભાજપ અને કેન્દ્ર સરકારને ૧૯૮૭ના ઘટનાક્રમની યાદ અપાવી અને ગર્ભિત ધમકી પણ આપી. મહેબુબાએ કહ્યું કે, ૧૯૮૭ની જેમ જો દિલ્હીમાં મતાધિકારને રદ કરી અને કાશ્મીરના લોકોમાં ફ્રુટ પડાવવાની કોશિશ કરશે તો તેનું ખતરનાક પરિણામ આવશે. મહેબુબાએ કહ્યું કે, તે સમયે જેવી રીતે સાઉદીન અને યાસીન મલિક પેદા થયા તા તેવી રીતે આ સમયે હાલત વધારે ખરાબ હશે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, મહેબુબાનું નિવેદન ખુબ જ આપતિજનક છે અને ભાજપ કોઈ તોડફોડની પ્રક્રિયામાં નથી લાગ્યું.

ઉલ્લેખનીય છે કે મહેબુબા મુફતીએ વિદ્રોહી નેતાઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. PDPએ વિધાનસભાના સદસ્ય વાસિર રેશીને બાંદીપુર જિલ્લા અધ્યક્ષપદ પરથી ભ્રષ્ટ કરી દીધા છે. યાસિર રેશીએ PDP નેતાઓમાંના એક છે જેમણે સરાજાહેર મહેબુબા મુફતીનીઆલોચના કરી હતી. PDP વિદ્રોહના શંખ ફુંકાયો છે જેને કારણે મહેબુબા પરેશાન થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં PDPના એક નેતાએ દાવો કર્યો હતો કે કેટલાક કાર્યકરો પાર્ટી છોડવા માટે તૈયાર છે. PDPથી નારાજ થયેલા સાબિદ અંસારીએ દાવો કર્યો છે કે ૧૪ વિદ્યાયક પાર્ટી છોડવા માટે તૈયાર છે.

શિયા નેતા ઈમરાન અંસારી અને અંસારી પહેલેથી જ PDP છોડવાનું એલાન કરી ચુકયા છે. ભાજપે મહેબુબા મુફતીના નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે. મહેબુબાએ લગાવેલા આરોપોને પણ પાયાવિહોણા બતાવ્યા છે. મહત્વનું છે કે સૈયદ સલાઉદીન હાલ આતંકી સંગઠન હિઝબુબ મુઝાહિદીનનો ચીફ છે અને પાકિસ્તાનમાં છે જે ભારત સામે આતંકી ગતિવિધિઓને અંજામ આપે છે. જયારે યાસિન મલિક કાશ્મીરના મોટા અલગાવવાદી નેતાઓમાનો એક છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp