અમિત શાહે જમ્મુ-કાશ્મીર પર એવી જાહેરાત કરી કે ખુશ થઈ ગયા મેહબૂબા, બોલ્યા-બસ..

PC: businesstoday.in

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરથી સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદા (AFSPA)ને હટાવવા પર વિચાર કરવા સંબંધિત ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનનું સ્વાગત કર્યું છે. મેહબૂબા મુફ્તીએ બુધવારે આશા વ્યક્ત કરી કે, આ દેશમાં દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વાયદાની જેમ જુમલેબાજી ન થાય. પહેલા પગલાંના રૂપમાં કેન્દ્ર સરકાર જેલમાં બંધ પત્રકારો અને કાશ્મીરીઓને આરોપમુક્ત કરીને છોડી શકે છે.

મેહબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, PDP કઠોર AFSPAને હટાવવા સાથે જ ધીરે ધીરે સૈનિકોને પણ હટાવવાની માગ કરતી રહી છે. એ અમારા ગઠબંધનના એજન્ડાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હતો, જેના પર ભાજપે સહમતી વ્યક્ત કરી હતી. દેર આવ્યા દૂરુસ્ત આવ્યા, પરંતુ એ દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવા કે બેંક ખાતાઓમાં 15 લાખ જમા કરવાના પોકળ વાયદા જેવી જુમલેબાજી ન થાય.

અમિત શાહે શું કહ્યું?

અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરથી AFSPA હટાવવા પર વિચાર કરશે. JK મીડિયા ગ્રુપ સાથે ઇન્ટરવ્યૂમાં અમિત શાહે એમ પણ કહ્યું કે, સરકારની યોજના કેન્દ્ર શાસિત પ્રદેશથી સૈનિકોને પરત બોલાવવા અને કાયદા વ્યવસ્થાની જવાબદારી જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડી દેવાની છે.

જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ આશા વ્યક્ત કરી કે AFSPA હટાવવાના મામલે પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરશે કેમ કે તેનાથી કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોને રાહત મળશે. તેમણે કહ્યું કે, કોઈ માત્ર આશા જ રાખી શકે છે કે તેઓ ઓછામાં ઓછા આ મામલે પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરશે કેમ કે તેનાથી જમ્મુ-કશ્મીરના લોકોને મોટી રાહત મળશે. વાત પર અમલ કરવા માટે ગૃહ મંત્રાલય પત્રકારો અને વર્તમાનમાં જેલોમાં બંધ હજારો કાશ્મીરી યુવાઓને આરોપમુક્ત કરીને છોડવાની શરૂઆત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp