10 પાસ આદિવાસી મહિલાને PM મોદીએ બનાવ્યા મંત્રી, કેવી રીતે મળ્યું આટલું મોટું પદ

PC: x.com/PIBTvpm

2 વખતના લોકસભના સાંસદ 46 વર્ષીય સાવિત્રી ઠાકુર હવે દેશના મંત્રી બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના સભ્યના રૂપમાં સાવિત્રી ઠાકુરે રવિવારે પદ અને ગોપનિયતાના શપથ લીધા. અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત સીટથી લોકસભા પહોંચેલા સાવિત્રી ઠાકુરે ધર્મપુરી તાલુકાના તારાપુર ગામથી દિલ્હી સુધીની સફર બીજાઓની જિંદગી બદલતા નક્કી કરી છે. માળવા ક્ષેત્રમાં આદિવાસી મહિલાઓ અને ખેડૂતોની ભલાઈ માટે તેઓ વર્ષો સુધી કઠિન પરિશ્રમ કરતા રહ્યા.

‘દીદી’ના નામથી ઓળખ રાખનારા સાવિત્રી ઠાકુરે કોંગ્રેસના ઉમેદવાર રાધેશ્યામ મૂવેલને 2 લાખ કરતા વધુ વૉટથી હરાવ્યા. તેમણે સાર્વજનિક જીવનની શરૂઆત વર્ષ 1996માં કરી હતી. એક સ્વયંસેવી સંગઠનમાં સામેલ થઈને ધારમાં આદિવાસી અને ગરીબ મહિલાઓની જિંદગી બદલવા માટે કામ કરતા રહ્યા. મહિલાઓને નાની લોન અપાવવી, તેમને આત્મનિર્ભર બનાવવા અને દારૂબંદીના પ્રયાસોમાં તેમની અથાગ મહેનત કરી. 10 પાસ સાવિત્રી ઠાકુર એક દશક સુધી સામાજિક કાર્યકર્તાના રૂપમાં કામ કર્યા બાદ રાજનીતિમાં વર્ષ 2003માં આવ્યા.

સાવિત્રી ઠાકુર પોતાના પરિવારના પહેલા સભ્ય છે, જેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. તેમના પિતા વન વિભાગના રિટાયર્ડ અધિકારી છે, તો પતિ એક ખેડૂત છે. વર્ષ 2003માં સાવિત્રી ઠાકુર ભાજપમાં સામેલ થયા અને જિલ્લા પંચાયતના સભ્ય બન્યા. એક વર્ષ બાદ જ પાર્ટીએ તેમને જિલ્લા પંચાયતન અધ્યક્ષની જવાબદારી સોંપી. વર્ષ 2014માં સાવિત્રી ઠાકુરને ધાર સીટથી ઉતારવામાં આવ્યા અને તેમણે 1 લાખ વૉટથી જીત હાંસલ કરી. વર્ષ 2019માં તેમને ટિકિટ ન આપવામાં આવી. આ વખત ફરી પાર્ટીએ સાવિત્રી ઠાકુર પર દાવ લગાવ્યો અને તેમણે પાર્ટીને નિરાશ ન કરી.

સાવિત્રી ઠાકુરે સંગઠનમાં પણ ઘણી જવાબદારીઓમાં કામ કર્યું છે. તેઓ વર્ષ 2010માં જિલ્લા ઉપાધ્યક્ષ બન્યા. વર્ષ 2013માં તેઓ કૃષિ ઉત્પાદન માર્કેટ ધમનોડના ડિરેક્ટર બન્યા. વર્ષ 2017માં સવિત્રીને કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. અત્યારે તેઓ આદિવાસી મહિલા વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ છે. નેતાના રૂપમાં સવિત્રીની પ્રગતિને નજીકથી જોનારા ધારના રાજનીતિક જાણકાર યોગેન્દ્ર શર્મા કહે છે કે સાવિત્રી દેશના મહિલા કિસાન નેતાઓમાંથી એક છે.

શર્મા આગળ કહે છે કે, તેઓ ખૂબ જ વિનમ્ર નેતા છે અને ખેડૂતો અને મહિલાઓના મુદ્દા પર હંમેશાં આગળ રહે છે. 2 દશકથી વધુ સમયથી તેઓ ખાતર, બિયારણના મુદ્દાને ઉઠાવતા રહ્યા. ગામમાં દારૂની દુકાનનો પણ તેમણે ખૂબ વિરોધ કર્યો. ઠાકુરને મોદી કેબિનેટમાં સામેલ કરવાથી ભાજપને કોંગ્રેસના આદિવાસી ગઢમાં મદદ મળી શકે છે. ધારની 8 વિધાનસભા સીટમાંથી 5 વિધાનસભા પર અત્યારે કોંગ્રેસનો કબજો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp