15 દિવસ બાદ મોદી સરકારમાં સામેલ થશે ઉદ્ધવ , નવનીત રાણાના MLA પતિનો દાવો

PC: telegraphindia.com

ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો કે શિવસેના (UBT) પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મંગળવારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યાના 15 દિવસ બાદ મોદી સરકારમાં સામેલ થશે. અમરાવતીથી હાલના સાંસદ રવિ રાણાની પત્ની નવનીત રાણાએ આ વખત સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર આ સીટથી લોકસભાની ચૂંટણી લડી હતી. વર્ષ 2019માં નવનીત રાણાએ અમરાવતીથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી હતી. જો કે તેમને આ વખત હાર મળી છે.

અમરાવતી જિલ્લાના બાડનેરાથી ધારાસભ્યએ રવિવારે અહી પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, તેઓ જાણે છે કે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના (UBT) નેતા સંજય રાઉત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે કયા પ્રકાર બોલતા રહ્યા છે. રવિ રાણાએ દાવો કર્યો કે, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે મોદીજી ફરી વડાપ્રધાન બનવાના 15 દિવસ બાદ ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં અને નરેન્દ્ર મોદી સાથે નજરે પડશે કેમ કે આગામી સમય મોદીનો છે અને ઉદ્ધવ ઠાકરે એ જાણે છે.

યુવા સ્વાભિમાન પાર્ટીના ધારાસભ્યએ કહ્યું કે, રાજ્યમાં વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA)ના નેતાઓએ BPની દવાઓ અને ડૉક્ટર પોતાની સાથે રાખવા જોઈએ કેમ કે 4 જૂન મતગણતરીના દિવસે તેમનમાંથી ઘણા બીમાર પડી શકે છે. MVAમાં શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારના નેતૃત્વવાળી NCP(SP) સામેલ છે. ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમની પત્ની નવનીત રાણા અમરાવતી લોકસભા સીટથી 2 લાખ કરતા વધુ વૉટના અંતરથી જીતશે.

તેમણે કહ્યું હતું કે, નવનીત રાણા ફરીથી સાંસદ બનશે કેમ કે સમાજના બધા વર્ગોએ તેમને મોટી સંખ્યામાં વોટ આપ્યા છે. અમરાવતીમાં નવનીત રાણાનો સામનો કોંગ્રેસના ધારાસભ્ય બળવંત વાનખેડે અને પ્રહાર જનશક્તિ પાર્ટીના દિનેશ બુંબ સાથે હતો. રાણા દંપતીએ એપ્રિલ 2022માં હનુમાન ચાલીસાના પાઠને લઈને MVA સરકાર પર પ્રહાર કર્યો હતો, જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. તો હવે જો અમરાવતી લોકસભા સીટના પરિણામ વિશે વાત કરીએ તો બળવંત વાનખડેએ બાજીમારી છે અને નવનીત રાણાની હાર થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp