માલદીવમાં વધી રાજકીય લડાઈ, રાષ્ટ્રપતિ મુઈજ્જુનું હઠિલુ વલણ, સાંસદે 3 મંત્રીઓને..

PC: indiaweekly.biz

માલદીવમાં ચાલી રહેલો રાજકીય હોબાળો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે માલદીવની સંસદે 2 મંત્રીઓ અને એટર્ની જનરલની નિમણૂક ફગાવી દીધી હતી, પરંતુ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હઠિલુ વલણ અપનાવતા થોડા કલાકો બાદ જ તેમની ફરીથી નિમણૂક કરી દીધા છે. આ અગાઉ કેબિનેટ અપ્રૂવલ માટે બોલાવવામાં આવેલા સ્પેશિયલ સેશનમાં પણ વિપક્ષી પાર્ટીઓએ 4 સાંસદોને કેબિનેટમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ અહી સુધી પહોંચી ગયો કે સાંસદ પરસ્પર ઝઘડી પડ્યા અને લાત-ઘૂસા ચલાવવા લાગ્યા.

માલદીવની ન્યૂઝ વેબસાઇટ મુજબ, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પોતાના મંત્રી મંડળના એ સભ્યોની ફરી નિમણૂક કરી દીધા છે, જેમને વિધાયી સદન (સંસદ)એ નકારતા સમર્થન આપ્યું નહોતું. રવિવારે માલદીવની સંસદે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા નિમણૂક થયેલા 22 કેબિનેટ સભ્યોમાંથી 19ને સમર્થન આપતા તેમના પક્ષમાં મતદાન કર્યું, પરંતુ ઈસ્લામિક બાબતોના મંત્રી ડૉ. મોહમ્મદ શહીમ અલી સઇદ, ભૂમિ અને શહેરી વિકાસ મંત્રી ડૉ. અલી હૈદર અને એટર્ની જનરલ અહમદ ઉશામની સંસદની નિમણૂક ફગાવી દીધી.

ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હઠિલુ વલણ અપનાવતા સંસદના નિર્ણયના થોડા કલાકો બાદ ફરી એક વખત તેમની નિમણૂક કરી દીધી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, બંને મંત્રીઓ અને એટર્ની જનરલે શપથ પણ લઈ લીધા છે. મુઈજ્જુના પ્રમુખ સલાહકાર અબ્દુલ રહીમ અબ્દુલ્લાએ કાલે જ તેના સંકેત આપ્યા હતા કે સરકાર બંને મંત્રીઓ અને એટર્ની જનરલને તેમના પદ ફરીથી આપશે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે સંસદ દ્વારા નકારેલા કેબિનેટ સભ્યોની ફરી નિમણૂક કરવાનો વિવેકાધિકાર છે.

આ અગાઉ માલદીવની સંસદ તરફથી બોલાવવામાં આવેલા સ્પેશિયલ સેશન દરમિયાન પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC), પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (PPM) અને અપોઝિશન માલદીવીયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના સાંસદ રવિવારે પરસ્પર ઝઘડી પડ્યા હતા. સ્થાનિક ઓનલાઇન ન્યૂઝ ચેનલ દ્વારા શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સાંસદ એક-બીજા પર લાત-ઘૂસા ચલાવી રહ્યા છે. એક સાંસદને જમીન પર પટકી દેવામાં આવ્યા અને તેમના ગળા પર બીજા સાંસદે પોતાના પગ રાખ્યા છે. ત્યાં ઉપસ્થિત બાકી સાંસદ તેમને છોડવાવનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp