‘જે સાચો સેવક છે, તેમાં..’, ભાગવત બોલ્યા- ચૂંટણી દરમિયાન મર્યાદાનો ખ્યાલ ન રખાયો

PC: theprint.in

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પહેલી વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત તરફથી કોઈ પ્રકારની ટિપ્પણી સામે આવી છે. RSS પ્રમુખ મોહન ભાગવતે સોમવારે કહ્યું કે, એક સાચા સેવકમાં અહંકાર હોતો નથી અને તેઓ બીજાઓને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરે છે. હાલમાં થયેલી ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ દરમિયાન મર્યાદાનો ખ્યાલ ન રાખવામાં આવ્યો.

RSS કાર્યકર્તા માટે જાહેર કરવામાં આવેલા એક ટ્રેનિંગ કેમ્પની પૂર્ણાહુતિ બાદ એક સભાને સંબોધિત કરતા ભાગવતે સામાન્ય સહમતિ’ની જરૂરિયાત પર પણ ભાર આપ્યો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, જે વાસ્તવિક સેવક છે, જેને વાસ્તવિક સેવા કહી શકાય છે, એ મર્યાદાથી ચાલે છે. એ સમયે મર્યાદાનું પાલન કરીને જે ચાલે છે, એ કર્મ કરે છે, પરંતુ કર્મોમાં લિપ્ત થતો નથી, તેમાં અહંકાર આવતો નથી કે મેં આ કર્યું છે અને એ જ સેવક કહેવાવાનો અધિકારી પણ રહે છે.

RSS પ્રમુખની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) નવા મંત્રીમંડળની જાહેરાત કરી ચૂકી છે અને RSS પરિણામો બાદની સ્થિતિ પર વિચાર વિમર્શમાં લાગ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે ચૂંટણીઓને યુદ્ધની જેમ ન જોવી જોઈએ. જે પ્રકારની વાતો કહેવામાં આવી, જે પ્રકારે બંને પક્ષોએ (ચૂંટણી દરમિયાન) એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવ્યા. જે પ્રકારે કોઈને એ વાતની ચિંતા નહોતી કે કંઇ કરવામાં આવી રહ્યું છે, તેના કારણે સામાજિક વિભાજન ઉત્પન્ન થઈ રહ્યું છે અને કોઈ કારણ વિના સંઘને ધસડવામાં આવ્યું, જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું.

મોહન ભાગવતે મણિપુર મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે જમીની સ્તર પર આ સમસ્યા પર કોણ ધ્યાન આપશે? તેમણે કહ્યું કે, આ સમસ્યાને પ્રાથમિકતાના આધાર પર નિપટવી પડશે. છેલ્લા એક વર્ષથી મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા એક દશકથી એ શાંતિપૂર્ણ હતું. એવું લાગી રહ્યું હતું કે જૂના જમાનાની બંદૂક સંસ્કૃતિ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ એ ફરીથી શરૂ થઈ ગઈ. મણિપુર અત્યારે પણ સળગી રહ્યું છે. તેના પર ધ્યાન કોણ આપશે? તેને પ્રથમિકતાના આધાર પર નિપટવાનું કર્તવ્ય આપણું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp