CMએ પહેલા જ દિવસે લીધા આ મોટા નિર્ણય, ખુલ્લામાં માંસ વેચવા પર બેન, સ્પીકર પર...

PC: bansalnews.com

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીનો પદભાર સંભાળતા જ મુખ્યમંત્રી મોહન યાદવ સુપર એક્ટિવ થઇ ગયા છે. તેમણે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રી રૂમમાં વિધિવત પૂજા અર્ચના કરીને કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળતા જ તેમણે પહેલો આદેશ આપી દીધો છે. આ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડસ્પીકરના અવાજને નિયંત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ જો નક્કી ડેસિબલથી વધુ અવાજ આવશે તો તેને બેન કરવામાં આવશે. તેની સાથે જ તેમણે કેટલાક અન્ય આદેશ પણ આપ્યા છે.

તેમાં ખુલ્લામાં માંસ વેચવાને લઇને ગાઇડલાઇનનું સખ્તાઇથી પાલન, દરેક જિલ્લામાં એક્સિલેન્સ કૉલેજ ખોલવાના નિર્ણય સાથે જ ગુનેગારો પર શકંજો કસવાના પણ આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે મધ્ય પ્રદેશમાં કાર્યભાર સંભાળી લીધો છે. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કેબિનેટની પહેલી બેઠક કરી, જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે દરેક જિલ્લામાં પ્રધાનમંત્રી એક્સિલેન્સ કૉલેજ ખોલવામાં આવશે.

નિયમો વિરુદ્ધ ખુલ્લામાં ચાલી રહેલી માંસ કે ઈંડાની દુકાનો પર સખ્તાઇ કરવામાં આવે. ખુલ્લામાં માંસ વેચવા માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો સખ્તાઇથી પાલન કરવાનો પ્રસ્તાવ કેબિનેટમાં લાવવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં એક સક્સિલેન્સ કૉલેજ ખોલવામાં આવશે. કુલ 52 કોલેજ ખોલવામાં આવશે. રીઢા ગુનેગારો માટે ગૃહ મંત્રાલયને કહ્યું છે કે, જરૂરિયાત પડવા પર તેમના જામીન રદ્દ કરવામાં આવે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલાલા બિરાજમાન થશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા તરફ જતા રસ્તા પર સરકાર તરફથી ઠેર-ઠેર રામભક્તોનું સ્વાગત કરવામાં આવશે.

બુધવારે કાર્યભાર સંભળતા જ તેમણે પહેલો આદેશ આપ્યો. એ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડસ્પીકર બેન કરવામાં આવ્યા છે. શાસન તરફથી જાહેર કરવામાં આવેલા આદેશની કોપી સામે આવી છે. તેમાં લખ્યું છે કે સામે આવ્યું છે કે અલગ-અલગ ધર્મસ્થળોમાં નિર્ધારિત ડેસિબલનું ઉલ્લંઘન કરતા લાઉડસ્પીકરનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અવાજ મનુષ્યના કામ કરવાની ક્ષમતા, આરામ અને ઊંઘમાં વ્યવધાન પડે છે. અવાજવાળા વાતાવરણથી હાઇ બીપી, બેચેની, માનસિક તણાવ, અનિંદ્રા જેવા પ્રભાવ શરીરમાં જોવા મળે છે. તેનાથી કાનના આંતરિક ભાગમાં પણ સમસ્યા થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp