કોંગ્રેસી ઉમેદવારે ચૂંટણી પ્રચાર દરમિયાન વહેચી રોકડ, જુઓ વીડિયો

PC: opindia.com

2024ની લોકસભાની ચૂંટણીના થોડા જ દિવસ બાકી છે. બધી રાજકીય પાર્ટીઓ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન તામિલનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેશ વહેચવાની ઘટના સામે આવી છે. તામિલનાડુની બધી 39 લોકસભા સીટો પર પહેલા ચરણમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ અગાઉ રાજ્યમાં મદુરાઇ જિલ્લાની વિરુધુનગર સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મણિકમ ટેગોર પર ચૂંટણી પ્રચાર દરમિયાન જનતા વચ્ચે પૈસા વહેચવાનો આરોપ લાગ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના વિરુધુનગરના ઉમેદવાર મણિકમ ટેગોરના ચૂંટણી પ્રચાર દરમિયાન કરન્સી નોટ વહેચવામાં આવી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો ક્લિપમાં વિરૂધુનગરમાં મણિકમ ટેગોરને એક ચૂંટણી અભિયાન દરમિયાન આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કથિત રૂપે રોકડ વહેચતા નજરે પડ્યા. પોલીસ અધિક્ષક બી.કે. અરવિંદે કહ્યું કે, કોંગ્રેસ ઉમેદવાર મણિકમ ટેગોર દ્વારા મદુરાઇમાં કેશ વેચવાની વીડિયો ક્લિપ સાચી છે.

આ અગાઉ બુધવારે મણિકમ ટેગોરે મદુરાઇમાં એક ચૂંટણી અભિયાન દરમિયાન પાર્ટીના સમર્થકો અને સ્થાનિક લોકોને સંબોધિત કર્યા હતા. તો મીડિયા સાથે વાત કરતા ટેગોરે 7 ચરણની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઘોષણા પત્ર જેણે ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે. તેની પ્રશંસા કરતા કહ્યું કે, મહાલક્ષ્મીના આ કાર્યક્રમમાં અહીંના લોકોમાં જોરદાર ઉર્જા છે. અમારું ઘોષણપત્ર લોકો બાબતે વાત કરે છે. લોકો અમારા ન્યાયપત્ર પર સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. વડાપ્રધાનની તામિલનાડુ યાત્રા પર તેમણે કહ્યું કે, દક્ષિણી રાજ્યની યાત્રા છતા તામિલનાડુ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથે ઊભું છે.

ટેગોરે કહ્યું કે, પછી મોદી ગમે તેટલી વાર અમારા રાજ્યનો પ્રવાસ કરે, તેમને તામિલો દ્વારા નકારવામાં આવે છે. તામિલનાડુ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથે ઊભું છે અને રાજ્યની બધી સીટો જીતવાનું તેમનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પહેલા ચરણમાં 19 એપ્રિલે તામિલનાડુની બધી 39 સીટો પર મતદાન થશે. 2019ની સામાન્ય ચૂંટણીમાં DMKના નેતૃત્વવાળા સેક્યુલર પ્રોગ્રેસીવ ગઠબંધન, જેમાં કોંગ્રેસ VCK, MDMK, CPI, CPI (M), IUML, MMK, KMDK, TVK અને AIFB સામેલ હતા. તેમણે 39માંથી 28 સીટો પર શાનદાર જીત મેળવી હતી. 2019માં DMKએ 33.2 ટકા વોટ શેર સાથે 23 લોકસભા સીટો જીતી હતી. કોંગ્રેસે 12.9 ટકા વોટ સાથે 8 સીટો અને CPIએ તામિલનાડુમાં 2 સીટો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp