MPમાં BJPનો ચૂંટણી ઢંઢેરો જાહેર, 450 રૂ.માં ગેસ સિલિન્ડર, માસિક આર્થિક સહાય...

PC: navbharattimes.indiatimes.com

દિવાળીના એક દિવસ અગાઉ મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેપી નડ્ડાએ મધ્ય પ્રદેશમાં ભાજપનું મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ઘોષણા પત્રને ‘મોદીની ગેરંટી, ભાજપનો ભરોસો’ નામ આપ્યું છે. ભાજપના સંકલ્પ પત્ર પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં જે પ્રગતિ અને વિકાસની સફર શરૂ થઈ છે. તેને જ અમે સતત ચાલુ રાખીશું. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 20 હજાર કરોડનું રોકાણ, આદિવાસી સમાજ માટે 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ.

દરેક ડિવિઝનમાં IIT, AIIMS.. મધ્ય પ્રદેશને એક નવી ઉડાણ પર ભાજપ સરકાર લઈને જઈ રહી છે. મધ્ય પ્રદેશના મનાવરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘જ્યારે હું કાશ્મીરનું બિલ (કલમ 370 સંબંધિત બિલ) સદનમાં લઈને ઊભો થયો ત્યારે રાહુલ બાબા (રાહુલ ગાંધી) કહેતા હતા કે ન હટાવો. લોહીની નદીઓ વહી જશે. રાહુલ બાબા લોહીની નદીઓ તો છોડો કાશ્મીરમાં કોઈની કાંકરા ચલાવવાની પણ હિંમત નથી. અહી અલગ છે. આદેશ ગાંધી પરિવારનો ચાલે છે. નિર્દેશ કમલનાથજીનો ચાલે છે અને ભૂલ થાય છે તો થપ્પડ દિગ્વિજય સિંહને લગાવી દે છે. આ કપડાં ફાડ કાજનીતિ મધ્ય પ્રદેશનું ભલું નહીં કરી શકે.

MPમાં ભાજપની મોટી જાહેરાત:

બધા ગરીબ પરિવારોને મફત રાશન અને સસ્તા દરે દાળ, સરસવનું તેલ અને ખાંડ

MSP સાથે બોનસ 2,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર ઘઉં અને 3,100 પ્રતિ ક્વિન્ટલ પર ધાનની ખરીદીની વ્યવસ્થા કરવાનો સંકલ્પ.

1.31 કરોડ લાડકી બહેનોને માસિક આર્થિક સહાયતા સાથે મળશે, આવાસનો લાભ

કોઈ પણ પરિવાર બેઘર નહીં રહે, પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે મુખ્યમંત્રી જન આવાસ યોજના પણ.

તેંદુપત્તા સંગ્રહણ દરને 4000 પ્રતિ કોથળા કરવાનો સંકલ્પ

ગરીબ પરિવારના બધા વિદ્યાર્થીઓને 12માં ધોરણ સુધી મફત શિક્ષણ

IITની તર્જ પર મધ્ય પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી

દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક રોજગાર અથવા સ્વરોજગારના અવસર.

મેનિફેસ્ટોમાં ભાજપે ગરીબોને આવતા પાંચ વર્ષ સુધી મફત રાશન આપવાની જાહેરાત કરી છે.

સરકારે 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp