રામના નામ પર MPમાં હોબાળો! સરકારના કયા ફરમાનનો વિરોધ કરી રહી છે કોંગ્રેસ?

PC: mpcg.ndtv.in

દેશ, દુનિયામાં દરેક રામ ભક્ત 22 જાન્યુઆરીના દિવસની કાગડોળે રાહ જોઇ રહ્યો છે, જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું પવિત્ર આયોજન થશે. તો રામ મંદિરને લઈને જોરદાર ઉત્સાહ નજરે પડી રહ્યો છે. મધ્ય પ્રદેશ સરકારે 22 જાન્યુઆરી સુધી થનારા અલગ અલગ કાર્યક્રમોની રૂપ-રેખા જાહેર કરી છે. મોહન યાદવ સરકારના ધર્મસ્વ વિભાગે રાજ્યના બધા જિલ્લા કલેક્ટરોને આદેશ જાહેર કર્યો છે. આદેશમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીના કાર્યક્રમોની વિસ્તૃત રૂપ-રેખા છે.

રાજ્ય સરકારના આદેશ પર આજથી જ ઘણી જગ્યાઓ પર સફાઇ અભિયાનનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ભોપાલના દુર્ગા મંદિરમાં મંત્રી વિશ્વાસ સારંગે સાફ સફાઇ કરી, પરંતુ રાજ્યમાં સરકારના આ આખા આદેશ પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે કોઈ પણ સરકારે કોઈ વિશેષ ધર્મથી પોતાને અલગ રાખવી જોઈએ. સરકાર આખા સમાજની હોય છે.

મુખ્યમંત્રી મોહન યાદવે શું શું આપ્યા નિર્દેશ?

મોહન યાદવ સરકારના આદેશ મુજબ, 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દરેક મંદિરમાં જન સહયોગથી રામ કિર્તનનું આયોજન કરાવવામાં આવે. આખા રાજ્યના બધા મંદિરોમાં દીવા પ્રગટાવવામાં આવે. દરેક ઘરમાં દીપોત્સવ માટે સામાન્ય જનતા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે. રાજ્યના શહેરો અને ગામોમાં રામ મંડળીઓને સ્થાનિક કાર્યક્રમ મોહલ્લામાં આયોજિત કરવા માટે પ્રેરિત કરવામાં આવે. એ સિવાય રાજ્ય સરકારે મુખ્ય મંદિરોમાં ટી.વી. સ્કીન લગાવીને જનતા માટે અયોધ્યાના કાર્યક્રમોનું સીધું પ્રસારણ કરવાના પણ નિર્દેશ આપ્યા છે. મંદિરોના આયોજનોમાં સામન્ય જનતાની સહભાગિતા માટે વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવે.

સરકારે કહ્યું છે કે રાજ્યના પ્રમુખ મંદિરોમાં ટ્રસ્ટ/સમિતિ તરફથી 22 જાન્યુઆરીએ ભંડારાનું આયોજન કરવામાં આવે. રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓના પ્રમુખ મંદિરોમાં સાફ સફાઇ, રોશની, દીવા સળગાવવા વગેરે સાથે જ મંદિર ટ્રસ્ટ/સમિતિના માધ્યમથી ભગવાન શ્રીરામ જાનકી આધારિત સાંસ્કૃતિક આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે. તો બધા નગરોમાં નગરીય વિકાસ અને આવાસ વિભાગને ગામોમાં પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગના માધ્યમથી 14-21 જાન્યુઆરી સુધી વિશેષ સફાઇ અભિયાન ચલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસને વાતો પર આપત્તિ:

એ સિવાય કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈને કોંગ્રેસે આપત્તિ દર્શાવી છે. તો બધી સરકારી ઇમારતો અને શાળા-કૉલેજોમાં સાજ-શણગાર, રાજ્યના બધા શાસકીય કાર્યાલયોમાં 16-21 જાન્યુઆરી સુધી સફાઇ અભિયાન, 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી બધી સરકારી ઓફિસોમાં લાઈટિંગની વ્યવસ્થા, સ્પેશિયલ ટ્રેનો અને રોડ માર્ગે અયોધ્યા જઇ રહેલા તીર્થ યાત્રીઓના સન્માન અને સ્વાગતની વ્યવસ્થા વગેરે.

મોહન સરકારના આ નિર્ણયો પર કોંગ્રેસ હુમલાવર છે. કોંગ્રેસનું કહેવું છે કે, સરકાર ધર્મ નિરપેક્ષ હોય છે. દરેક ધર્મની સરકાર હોય છે. બની શકે એવું કહેવા પર અમને રામ વિરોધી કહેવામાં આવે, પરંતુ અધિકારી સરકારના આદેશનું પાલન કરી રહ્યા છે. આ સંવિધાન વિરુદ્ધ છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે શું ઈદ પર કોઈ મસ્જિદમાં સાફ સફાઇ થશે? શું ગુરુદ્વારામાં સાફ સફાઇ થશે કે તેમને સજાવવામાં આવશે? જો કે, સરકારના મંત્રી વિશ્વાસ સારંગનું કહેવું છે કે, રામ અમારા આરાધ્ય છે. અમારા આદર્શ છે એટલે અમે તો સફાઈથી લઈને દરેક પ્રકારના કાર્યક્રમ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp