થઈ ગયો ખુલાસો કે કેમ ભારત સામે બોલી રહ્યા છે માલદીવ્સના વડા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતને સૈનિક હટાવવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે. 15 માર્ચન તારીખ તેના માટે નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પણ તેમના પ્રચારનો આ મુખ્ય મુદ્દો રહ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ મુઈજ્જુ કોઈના દબાણના કારણે ભારત વિરુદ્ધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં જ તેઓ ચીનના પ્રવાસથી ફર્યા છે. તેમને ચીનના સમર્થક પણ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ, મોહમ્મદ મુઈજ્જુ ચૂંટણી દરમિયાન ફંડિંગ આપનારાઓના દબાવમાં છે.
તેમના જ દબાવમાં તેઓ ભારત વિરુદ્ધ વાત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ મુઈજ્જુ ધર્મસંકટમાં છે. રિપોર્ટ મુજબ એક તરફ માલદીવના પર્યટક અને બિઝનેસ પર નિયંત્રણ રાખનારા કેટલાક લોકો મુઈજ્જુ સરકારથી નારાજ છે અને હાલની ગતિવિધિઓને તેમના બિઝનેસ પર પ્રહાર તરીકે જોઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ ચૂંટણી દરમિયાન તેમને ફંડિંગ આપનારા ભારત વિરુદ્ધ ધકેલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દબાવના કારણે તેઓ પહેલા ભારત ન આવી શક્યા.
રિપોર્ટ મુજબ, જાણકારોનું કહેવું છે કે મોહમ્મદ મુઈજ્જુએ આયાતને લઈને આપેલું નિવેદન ભારતની જગ્યાએ માલદીવ અને તેની જનતા પર વધુ અસર નાખી શકે છે. મુઈજ્જુએ દેશના નામ પર આપેલા સંબંધનમાં એ વાતના સ્પષ્ટ સંકેત છે કે તેઓ ભારે દબાવમાં છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા કંપની આસન્ધને થાઈલેન્ડ અને દુબઈમાં સેવા વિસ્તાર માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી આસન્ધની સુવિધાઓ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ હતી. જાણકારો મુજબ, ભારતને આશા છે કે માલદીવ સાથે તણાવપૂર્ણ સંબંધોનું સમાધાન જલદી જ કાઢી લેવામાં આવશે.
જાણકારોનું કહેવું છે કે, તેઓ ક્યારેય પણ કોઈ પણ દેશ સાથે ભારત જેવી વિવિધતા હાંસલ નહીં કરી શકે. અમે કોઈ પણ પ્રકારના વેપાર કે કૂટનીતિક સંબંધો માટે માલદીવને દરેક મદદ અને સમર્થન આપવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, માલદીવ સરકારના 3 ઉપમંત્રીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ પર આપત્તિજનક ટિપ્પણી કરી દીધી હતી. ત્યારબાદ ભારતે માલદીવના રાજદૂતને પણ સમન્સ પાઠવ્યા હતા. જો કે, આ મામલાએ વેગ પકડ્યા બાદ માલદીવ સરકારે 3 ઉપમંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા. સાથે જ નિવેદનથી પણ દૂરી બનાવી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp