મુંબઇ નોર્થ સેન્ટ્રલ બેઠક: પૂનમ મહાજનની ટિકિટ કાપીને ભાજપે આ વકીલને ટિકિટ આપી

ભારતીય જનતા પાર્ટીએ મુંબઇની નોર્થ સેન્ટ્રલ બેઠક પર દેશના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા હતા. આ બેઠક પર સીટીંગ સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કાપીને નિકમને આપવામાં આવી. આ બેઠક પર 20 મેના દિવસે મતદાન છે. ઉજ્જવલ નિકમની સામે કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડ છે.

ઉજ્જવલ નિકમ કસાબને ફાંસીની સજા અપાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. પૂનમ મહાજન દિવગંત નેતા પ્રમોદ મહાજનની પુત્રી છે. આ બેઠક એવી છે જેની પર કોઇનો કાયમી કબ્જો રહ્યો નથી. કોઇ વખત કોંગ્રેસ જીતી છે તો કોઇ વખત શિવસેના તો કોઇક વખત ભાજપ જીત્યું છે.

આ બેઠક પર 4 લાખથી વધારે મુસ્લિમ વોટર્સ છે તો સામે 4 લાખ જેટલા મરાઠી મતદારો છે. 41 હજાર ખ્રિસ્તી મતદારો છે, વણિક 35,000 છે, યાદવ 35,000 છે, ગુજરાતી 25,000 છે બ્રાહ્મણ 50,000 છે અને ઠાકુર 50,000 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp