આ રાજ્યમાં માત્ર 56 વૉટથી BJPએ જીતી લીધી આ સીટ, અજીત પવારની પાર્ટીને હરાવી

PC: facebook.com/wangkilowangbjp

અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 46 સીટો જીતીને સતત ત્રીજી વખત રાજ્યની સત્તા પર કબજો કર્યો છે. જો કે, રાજ્યની એક સીટ એવી પણ હતી, જ્યાં કાંટાની ટક્કર બાદ ભાજપના ઉમેદવારે અજીત પવારની NCPના ઉમેદવારને હરાવીને જીત હાંસલ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ નામસાંગ વિધાનસભા સીટ પર મુખ્ય સ્વદેશી જનજાતિઓના નોક્ટે અને વાંચોનું ખૂબ પ્રભુત્વ છે.

આ મતવિસ્તાર અરુણાચલ વિધાનસભાના 60 મતવિસ્તારમાંથી એક છે અને આ સીટ અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાં આવે છે. અરુણાચલ પ્રદેશની નામસાંગ વિધાનસભા સીટ પર ભાજપના વાંગકી લોવાંગ અને અજીત પવારની પાર્ટી NCPના નગોંગલિન બોઈ વચ્ચે ટક્કર હતી. રવિવારે સવારે (2 જૂનના રોજ) મતગણતરી શરૂ થઈ હતી. ભાજપ અને NCP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. જો કે, ભાજપના વાંગકી લોવાંગે 56 વૉટથી જીત હાંસલ કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે નામસાંગ વિધાનસભા સીટ પર પહેલા ચરણમાં 19 એપ્રિલના રોજ મતદાન થયું હતું. વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વાંગકી લોવાંગે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત હાંસલ કરી હતી. ભાજપ ઉમેદવારે સખત ટક્કરમાં 5,432 વોટ સાથે જીત હાંસલ કરી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર યલ્લુમ વિરંગને હરાવ્યા હતા, જેમને 4109 વોટ મળ્યા હતા. અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 60 સીટોમાંથી 46 સીટો જીતી છે. NPEP ને 5, NCPને 3, PPAને 2, કોંગ્રસને 1 અને અન્યને 3 સીટો મળી છે.

14 લાખની વસ્તીવાળા આ રાજ્યમાં જનતાએ ફરી એક વખત ભાજપ પર ભરોસો વ્યક્ત કર્યો છે. એવા જટિલ પ્રશાસન માટે એક સમાવેશી નેતાની જરૂરિયાત હોય છે, જે કોઈ ભેદભાવ વિના કામ કરે, જેમાં ભાજપના પેમા ખાંડુએ પોતાની જાતને સાબિત કરવામાં સફળતા હાંસલ કરી છે. આ જીતમાં એક મહત્ત્વનું બિંદુ એ પણ છે કે આ એક ડિસિઝન મેકિંગ લીડરશિપને સહમતી આપે છે. ભારત સરાકર દ્વારા આપવામાં આવતી સુવિધાઓને લાગૂ કરવામાં અંતિમ છેવડા સુધી વિતરણ કરવાનું પણ મહત્ત્વનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp