'પોતાની રાજનીતિ માટે..', સુભાષ ચંદ્ર બોસના પૌત્રએ કંગનાની ઝાટકણી કાઢી

PC: twitter.com/Chandrakbose

નેતાજી સુભાષ ચંદ્ર બોસના પરિવારે બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલ મંડી સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઉમેદવાર કંગના રણૌતની એ ટિપ્પણી માટે નિંદા કરવામાં આવી છે, જેમાં કંગના રણૌતે સુભાષ ચંદ્ર બોસને ભારતના પહેલા વડાપ્રધાન બતાવ્યા હતા. સુભાષચંદ્ર બોસના પૌત્ર ચંદ્રકુમાર બોસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, કોઈએ પણ પોતાની રાજનીતિક મહત્ત્વકાંક્ષા માટે ઇતિહાસને વિકૃત ન કરવો જોઈએ. નેતાજી સુભાષચંદ્ર બોસ એક રાજનીતિક વિચારક, સૈનિક, રાજનેતા અને દૂરદર્શી હતા.

તેઓ એકમાત્ર એવા નેતા હતા, જે ભારતની સ્વતંત્રતા માટે લડવા માટે ભારતના બધા સમુદાયોને એકજૂથ કરી શકતા હતા. નેતાજી પ્રત્યે વાસ્તવિક સન્માન તેમની વિચારધારાનું અનુસરણ કરવું પડશે.' ચંદ્રકુમાર બોસ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એમ કહેતા ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું કે તેમના સિદ્ધાંત પાર્ટી સાથે મેળ ખાતા નથી. તેમનું રાજીનામું ઈન્ડિયા વર્સિસ ભારત વિવાદ વચ્ચે આવ્યું હતું.

શું કહ્યું હતું કંગના રણૌતે?

કંગના રણૌતે કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોસ ભારતના પહેલા વડાપ્રધાન હતા, ન કે જવાહરલાલ નેહરુ. કંગના રણૌતના આ નિવેદન બાદ જ્યારે નિંદા થઈ તો તેણે X પર એક લેખનો સ્ક્રીનશોટ શેર કરતા તેને ટ્રોલ કરનારાઓને ઇતિવાસ વાંચવાની સલાહ આપી નાખી હતી. આ લેખમાં કહ્યું હતું કે નેતાજીએ 1943માં સિંગાપુરમાં આઝાદ હિન્દ સરકાર બનાવી હતી અને પોતાને પહેલા વડાપ્રધાન જાહેર કર્યા હતા. કંગના રણૌતે પોસ્ટ કરીને કહ્યું કે, જો હું તમારા IQથી ખૂબ આગળ બોલું છું તો તમે માની લો છો કે મને જાણકારી નહીં હોય, પરંતુ આ મજાક તમારા પર છે અને એ ખૂબ જ ખરાબ છે.

કંગના રણૌતના આ નિવેદન બાદ કેટલાક વિપક્ષી નેતાઓએ કંગના રણૌત પર તેની ટિપ્પણીને લઈને નિશાનો સાધ્યો હતો. BRS નેતા અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી કે.ટી. રામા રાવે કોઈનું નામ લીધા વિના ભાજપના ઉમેદવારનું મજાક ઉડાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઉત્તરથી એક ભાજપના ઉમેદવારનું કહેવું હતું કે સુભાષચંદ્ર બોસ આપણાં પહેલા વડાપ્રધાન હતા અને દક્ષિણાથી એક અન્ય ભાજપના નેતા કહે છે કે મહાત્મા ગાંધી આપણાં વડાપ્રધાન હતા. આ બધા લોકોએ ક્યાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp