શેર બજારે વધારી નાણા મંત્રી નિર્મલા સીતારમણની ચિંતા, આ વાતથી થયા પરેશાન

PC: businesstoday.in

શેર બજારમાં રોકાણ કરનારા સામાન્ય લોકોની સંખ્યા તેજીથી વધી રહી છે. સતત આંકડા તેના સાક્ષી આપી રહ્યા છે કે ખુદારા રોકાણકાર પારંપરિક રોકાણ વિકલ્પો ઉપર શેર બજારને મહત્ત્વ આપી રહ્યા છે. આ વાતથી બજારના વિભિન્ન ભાગીદાર જ્યાં ખુશ છે તો તેના કારણે નાણા મંત્રી નિર્મલા સીતારમણની ચિંતા વધી ગઈ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ મુખ્ય શેર બજાર બોમ્બે શેર માર્કેટ (BSE)ના એક કાર્યક્રમમાં હિસ્સો લઈ રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે બજાર ટ્રેન્ડ પર પોતાની ચિંતા વ્યક્ત કરી.

તેમણે કહ્યું કે, વધુમાં વધુ ભારતીય હવે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે, જેથી તેમની બચત અને કમાણી પર જોખમ વધી રહ્યું છે. એવામાં લોકોની બચત (હાઉસહોલ્ડ સેવિંગ)ને સુરક્ષિત બનાવવાના ઉપયોની જરૂરિયાત છે. નાણા મંત્રીની ચિંતા શેર બજારમાં પણ ખાસ કરીને ડેરિવેટિવ સેગમેન્ટ એટલે કે ફ્યૂચર એન્ડ ઑપ્શન્સમાં પૈસા લગાવનારાઓ માટે છે. તેઓ કહે છે કે જો ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ બજારના ખુદરા કારોબારમાં કોઈ અનિયંત્રિત વિસ્ફોટ થાય છે તો તેનાથી બજાર, રોકાણકારોની ધારણા અને હાઉસહોલ્ડ ફાઇનાન્સ બધા માટે ભવિષ્યના પડકારો ઉત્પન્ન થઈ શકે છે.

નાણા મંત્રીએ BSEને આહ્વાન કર્યું કે, તે ખુદરા રોકાણકારોના પૈસાઓને સુનિશ્ચિત બનાવવા માટે SEBI સાથે મળીને કામ કરે. આ પહેલી વખત નથી, જ્યારે ફ્યૂચર એન્ડ ઑપ્શન્સને લઈને ઉચ્ચ સ્તર પર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હોય. બજાર નિયામક SEBI પોતે F&O સેગમેન્ટમાં વધતી ખુદરા ભાગીદારીને લઈને ચિતાઓ જાહેર કરી ચૂક્યું છે. SEBI ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં રોકાણકારોની સુરક્ષા માટે વિભિન્ન પાસા પર કામ કરી રહ્યું છે. તેમાં રોકાણકારોને જાગૃત કરવાના પ્રયાસ પણ સામેલ છે.

આંકડા બતાવે છે કે, ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં મોટા ભાગે ખુદરા રોકાણકાર નુકસાન જ ઉઠાવે છે. SEBIની એક સ્ટડીમાં ગયા વર્ષે ખબર પડી કે, શેર બજારમાં ડેરિવેટિવ સેગમેન્ટમાં 10માંથી 9 ખુદરા રોકાણકાર નુકસાન ઉઠાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 89 ટકા ખુદરા રોકાણકારોને ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ ટ્રેડમાં એવેરેજ 1.1 લાખ રૂપિયાનું નુકસાન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp