બજેટમાં અનેક રાજ્યો સાથે ભેદભાવના આરોપ પર સંસદમાં શું બોલ્યા નિર્મલા સીતારમણ

PC: indiatoday.in

સંસદના મોનસૂન સત્રના ત્રીજા દિવસના સદનની કાર્યવાહી શરૂ થવા પર INDIA બ્લોકના સાંસદોએ બજેટને મુદ્દો બનાવતા પ્રોટેસ્ટ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે રજૂ કરવામાં આવેલા બજેટને વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભેદભાવપૂર્ણ કરાર આપ્યો. વિપક્ષી પાર્ટીઓએ બજેટને મુદ્દો બનાવતા જોરદાર હોબાળો શરૂ કર્યો અને બજેટમાં રાજ્યો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ બજેટને ભ્રામક બજેટ બતાવતા કહ્યું કે, અમે ન્યાય માટે લડી રહ્યા છીએ.

બજેટમાં માત્ર ભાજપના સહયોગીઓના હિતોની પૂરતી થઈ છે. આ બજેટ માત્ર પોતાના સહયોગીઓને સંતુષ્ટ કરવા માટે છે. કોઈને કંઇ આપવામાં આવ્યું નથી. રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ એમ કહેતા વોકઆઉટ કરી દીધું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણના ભાષણમાં ગેર ભાજપ શાસિત રાજ્યોનો ઉલ્લેખ પણ ન કરવામાં આવ્યો. રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બોલતા કહ્યું કે, મેં મહારાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ અમે રાજ્યમાં એક પોર્ટને મંજૂરી આપી છે, તેની કિંમત 76,000 કરોડ રૂપિયા છે. દરેક બજેટમાં તમને દેશના દરેક રાજ્યનું નામ લેવાનો સમય મળતો નથી.

તેમણે કહ્યું કે, કેબિનેટે વડાવન પર બંદરગાહ બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કાલે બજેટમાં મહારાષ્ટ્રનું નામ ન લેવામાં આવ્યું. શું તેનો અર્થ એ છે કે મહારાષ્ટ્ર ઉપેક્ષિત અનુભવે છે? જો સ્પીચમાં કોઈ ખાસ રાજ્યનું નામ લેવામાં આવે છે તો શું તેનો અર્થ એ છે કે ભારત સરકારના કાર્યક્રમ એ રાજ્યોને નહીં મળે? આ કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષનો જાણીજોઇને લોકોએ એ દેખાડવાનો પ્રયાસ છે કે અમારા રાજ્યોને કંઇ આપવામાં આવ્યું નથી. આ એક અપમાનજનક આરોપ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સવાલ કરતા કહ્યું કે, શું કોંગ્રેસના નાણાં મંત્રીઓએ પોતાના બજેટ ભાષણો દરમિયાન બધા રાજ્યોના નામોનો ઉલ્લેખ કર્યો? તેમણે TMCના સાંસદો તરફ ઈશારો કરતા કહ્યું કે, હવે મને પૂછવાની હિંમત છે? તેમણે પલટવાર કરતા કહ્યું કે, કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલી ઘણી પરિયોજનાઓને બંગાળ સરકારે છેલ્લા 10 વર્ષથી લાગૂ કરી નથી.

કેન્દ્રીય બજેટ પર અખિલેશ યાદવે કહ્યું કે, અમે બધા માગ કરી રહ્યા હતા કે ખેડૂતોને MSP મળે, પરંતુ સમર્થન મૂલ્ય ખેડૂતોને નહીં, પરંતુ પોતાની સરકાર બચાવનાર ગઠબંધન સહયોગીઓને આપવામાં આવી રહી છે. સરકાર મોંઘવારીને લઈને કોઈ પૂરતા પગલાં ઉઠાવી શકી નથી. ઉત્તર પ્રદેશને કંઇ મળ્યું નથી. ડબલ એન્જિન સરકાર પાસેથી ઉત્તર પ્રદેશને બેવડો લાભ મળવો જોઈતો હતો.

મને લાગે છે કે લખનૌના લોકોએ દિલ્હીના લોકોને નારાજ કરી દીધા છે. તેનું પરિણામ બજેટમાં દેખાઈ રહ્યું છે. તો ડબલ એન્જિન સરાકરનો શું ફાયદો? કેન્દ્રીય બજેટ પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, મોટા ભાગના રાજ્યો માટે તેમાં ઘણું ઓછું છે. કેરળને થોડી આશા હતી. ખાસ કરીને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં, પરંતુ તેઓ અત્યારે પૂરી થઈ નથી. દરેક રાજ્ય પાસે બતાવવા માટે પોત પોતાના મુદ્દા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp