નીતિન ગડકરીએ GST હટાવવા માટે નાણા મંત્રીને પત્ર લખ્યો તેના ઘણા રાજકીય અર્થ છે

PC: telegraphindia.com

કેન્દ્રીય રોડ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો હતો જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ગડકરીએ પત્રમાં લાઇફ ઇન્શ્યોરન્સ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પરનો 18 ટકા GST હટાવવાની માંગ કરી છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, આ માત્ર પત્ર નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે સીધું નિશાન છે. નીતિન ગડકરી ધારતે તો નાણા મંત્રી નિર્મલા સીતારમણને રૂબરૂ મળીને રજૂઆત કરી શક્યા હોત અથવા કેબિનેટની મીટિંગમાં આ મુદ્દો રાખી શક્યા હોત, પરંતુ તેમણે પત્ર લખ્યો અને સોશિયલ મીડિયમાં વાયરલ પણ થયો. એક સમયે ગડકરીને સાઇડ લાઇન કરાયા હોવાની ચર્ચા હતી ત્યારે હવે ગડકરીએ પોતાનું સ્થાન મજબુત બતાવવા માટે પત્ર લખ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp