2 વર્ષની અંદર પેટ્રોલ અને ડીઝલ બરાબર થઇ જશે ઇલેક્ટ્રિક ગાડીઓની કિંમત: ગડકરી
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘2 વર્ષની અંદર ઇલેક્ટ્રિક ગાડીઓની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનો બરાબર થઇ જશે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, તેમણે નાણાં મંત્રી દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબ્સિડી આપવામાં કોઇ સમસ્યા નથી. આ અગાઉ તેમણે સૂચન આપ્યું હતું કે ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતાઓને હવે સબ્સિડી આપવાની જરૂરિયાત નથી કેમ કે ઉત્પાદનનો ખર્ચ ઓછો થઇ ગયો છે અને ઉપભોક્તા હવે પોતાના દમ પર ઇલેક્ટ્રિક વાહન કે CNG વાહન પસંદ કરી રહ્યા છે.
નીતિન ગડકરીએ જણાવ્યું કે, હું કોઇ પ્રોત્સાહન વિરુદ્ધ નથી. તેની જવાબદારી ભારે ઉદ્યોગ મંત્રી પાસે છે. જો તેઓ ઇલેક્ટ્રિક ગાડીઓ પર વધુ ઇન્સેન્ટિવ આપવા માગે છે તો મને કોઇ સમસ્યા નથી. મારું માનવું છે કે ઉત્પાદનની સંખ્યા પણ વધી રહી છે. સબ્સિડી વિના તમે એ ખર્ચને બનાવી રાખી શકો છો કેમ કે ઉત્પાદનનો ખર્ચ ઓછો છે. ઇલેક્ટ્રિક વાહન સરળતાથી ઉપલબ્ધ છે અને મારું માનવું છે કે 2 વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનની કિંમત પણ પેટ્રોલ વાહન અને ડીઝલ વાહની કિંમત જેવી થઇ જશે. એટલે તેમને સબ્સિડીની જરૂરિયાત નથી કેમ કે ઈંધણના રૂપમાં ઇલેક્ટ્રિક પર પહેલાથી જ બચત થઇ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, છતા પણ જો નાણામંત્રી અને ભારે ઉદ્યોગ મંત્રી સબ્સિડી આપવા માગે છે અને તમે એટલે ફાયદાકારક થવા જઇ રહ્યા છો. મને કોઇ પરેશાની નથી. હું તેનો વિરોધ નહીં કરું. તેમણે એમ પણ કહ્યું કે, ઇલેક્ટ્રિક ગાડીઓ પર GST દર પેટ્રોલ-ડીઝલ ગાડીઓ (28 ટકા)ની તુલનામાં ઓછો (5 ટકા) છે. ઉપભોક્તા હવે પોતે જ ઇલેક્ટ્રિક અને CNG ગાડીઓ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ગયા વર્ષે ઇલેક્ટ્રિક વાહનોના બજારની હિસ્સેદારી 6.3 ટકા હતી, જે એ અગાઉના વર્ષની તુલનામાં 50 ટકા વધુ છે.
રિપોર્ટ મુજબ, ગડકરીએ કહ્યું હતું કે, NDA સરકારની સ્ક્રેપેજ નીતિથી એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ અને રબર જેવી સામગ્રીઓની રિસાઇકલિંગથી નિર્માણ ખર્ચમાં 30 ટકાની કમી આવવાની આશા છે. તેમણે કહ્યું હતું કે, ભારતને ઓછા શ્રમ ખર્ચ, ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને તેજીથી આગળ વધતી ટેક્નિકોથી ફાયદો છે. ભારતે વર્ષ 2021માં જૂની અને અસુરક્ષિત ગાડીઓ માટે સ્ક્રેપેજ નીતિ રજૂ કરી હતી. 18 માર્ચ 2021ના રોજ નીતિન ગડકરીએ આ યોજના બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી. આ નીતિનું ઉદ્દેશ્ય 15-20 વર્ષથી વધુ જૂની ગાડીઓને હટાવવી અને નવી ગાડીઓની ખરીદીને પ્રોત્સાહન આપવાનું અને આખા ભારતમાં વિખેરાયેલા અને આ વ્યવસ્થિત વાહન સ્કરેપિન્ગ રીતોને વ્યવસ્થિત કરવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp