નીતિન ગડકરીને તોડવા માગતું હતું INDIA ગઠબંધન, દાવો-PM પદની આપી હતી ઓફર પણ...
કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે દાવો કર્યો હતો કે, 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ વિપક્ષના એક વરિષ્ઠ નેતાએ તેમની સામે વડાપ્રધાન પદનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહોતો. પત્રકારિતા પુરસ્કાર સમારોહ દરમિયાન મીડિયા સમુદાયને સંબોધિત કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે, મેં નેતાને કહ્યું કે, હું એક વિચારધારા અને વિશ્વાસનું પાલન કરનારો વ્યક્તિ છું.
હું એક એવી પાર્ટીમાં છું જેણે મને એ બધુ આપ્યું છે, જેની મેં ક્યારેય કલ્પના કરી નહોતી. કોઈ પણ પ્રસ્તાવ મને લોભાવી નહીં શકે.જો કે, નીતિન ગડકરીએ વિપક્ષી નેતાનું નામ બતાવ્યું નહોતું અને ન તો ઘટના બાબતે વિસ્તારથી જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની સામાન્ય ચૂંટણી અગાઉ એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ મારો સંપર્ક કર્યો હતો. નીતિન ગડકરીએ કહ્યું કે, મને એક ઘટના યાદ છે. એક નેતા હતા. હું તેમનું નામ નહીં બતાવું.
તેમણે મને કહ્યું હતું કે, જો તમે વડાપ્રધાન બનો છો તો અમે તમારું સમર્થન કરીશું. તો મેં તેમને જવાબ આપતા કહ્યું કે, તમે મારું સમર્થન શા માટે કરશો? અને હું તમારી પાસે સમર્થન કેમ લઉં? વડાપ્રધાન બનવું મારા જીવનનું લક્ષ્ય નથી. ગડકરીએ કહ્યું હતું કે, એ સમયે માનવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્ણ બહુમત હાંસલ નહીં કરી શકે અને સરકાર બનવા માટે કેટલીક વિપક્ષી પાર્ટીઓના સમર્થનની જરૂરિયાત હોય શકે છે. મેં તેમને સપષ્ટ રૂપે કહ્યું કે હું કેટલાક સિદ્ધાંતો અને વિશ્વાસો સાથે મોટો થયો છું અને હું સમજૂતી નહીં કરી શકું.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યું નથી. ભાજપ 240 સીટો જ જીતી શકી હતી, ત્યારબાદ TDP અને JDU જેવી પાર્ટીઓની મદદથી ગઠબંધનની સરકાર બનાવવી પડી હતી. 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર બહુમત હાંસલ કર્યું હતું. આ વખત કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે INDIA ગઠબંધન બનાવ્યું હતું, જેણે એક સાથે મળીને દેશભરમાં ચૂંટણી લડી. તેની અસર એ થઈ કે NDA માટે 400 પારનો દાવો કરનારી ભાજપ બહુમતના આંકડાથી દૂર રહી ગઈ હતી. જો કે, ફરી ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા. નીતિન ગડકરી પણ સતત ત્રીજી વખત ભાજપ સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp