નીતિન પટેલ સલાહ આપનારાઓ પર બગડ્યા, કહ્યું- ઘરે પત્ની પાણીનો ગ્લાસ પણ....

PC: thehindu.com

ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સલાહ આપનારાઓ પર બગડ્યા હતા, તેઓ એક જાહેર કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે નામ લીધા વગર તેમણે સલાહ આપનારાઓ પર ગુસ્સો ઠાલવ્યો હતો.

મહેસાણામાં વિશ્વ ઉમિયાધામનો મા ઉમિયાના દિવ્યરથ ભ્રમણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા નીતિન પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જ્યારે હું નાયબ મુખ્યમંત્રી અને મંત્રી હતો ત્યારે એવા લોકો સલાહ આપવા આવી જતા હતા કે જેમને ઘરે પત્ની પાણીનો ગ્લાસ પણ ન આપે અને આવા નવરા લોકો જ્યારે સલાહ આપે ત્યારે ગુસ્સો આવે.

તેમણે કહ્યું કે, કોઇ મોટા પ્રોફેસર હોય અને મને લખવાની સલાહ આપે તો સમજી શકાય, કોઇ ડોકટર આરોગ્યમાં સૂચનો આપે તો સમજી શકાય, પરંતુ કેટલાંક લોકો એવા હોય જે ઘરે ખાટલા પર બેસીને પત્ની પાસે પાણીનો ગ્લાસ માંગે અને પત્ની એવું કહી દે કે છાનામાના ઉભા થઇને પાણી પી લો. આવા લોકો સલાહ આપવા આવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp