એક જ ફ્લાઇટમાં દેખાયા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ, લોકો બોલ્યા-આ સ્માઇલ...

PC: indiatoday.in

18મી લોકસભાની ચૂંટણીમાં NDAની જીત બાદ પણ લોકોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે આખરે સરકાર કોની બનશે? સોશિયલ મીડિયા પર પરિણામ બાદ જ અનુમાન લગવામાં આવી રહ્યા છે કે નીતિશ કુમાર INDIA ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. હવે જ્યારે સવારે સવારે ઈન્ટરનેટ પર એક વીડિયો છવાયો તો લોકો પણ દંગ રહી ગયા. આ વાયરલ વીડિયોમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઇટમાં સફર કરી રહ્યા છે.

નીતિશ કુમાર NDAની બેઠકમાં સામેલ થવા, તો તેજસ્વી યાદવ INDIA ગઠબંધનની બેઠકમાં હિસ્સો લેવા માટે દિલ્હી જઇ રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર બંનેનો વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને લઈને પોત પોતાના મનની વાત કરી રહ્યા છે. નરેન્દ્ર નાથ મિશ્રા નામના યુઝરે વીડિયો શેર કરતાં લખ્યું કે, ગઠબંધનની સરકારમાં દરેક તસવીર ખબર બને છે. રોફી ગાંધી નામના યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, સાંભળ્યું છે આખી ફ્લાઇટમાં તેજસ્વી પલટ પલટ કહેતા આવ્યા છે તેની સાથે જ સ્માઇલ વાળું ઇમોજી પણ શેર કર્યું છે.

રણવિજય નામના યુઝરે લખ્યું કે, એક જ ફ્લાઇટમાં નીતિશ અને તેજસ્વી, આ વીડિયો તેમને પરેશાન કરશે. અનિલ શારદા નામના યુઝરે મજાકિયા અંદાજમાં કહ્યું કે, દેખ રહા બિનોદ, કાકા-ભત્રીજા ઇઝ સો ક્લોઝ. પ્રિયંકા મિશ્રા નામના યુઝરે વીડિયો શેર કરતા લખ્યું કે, સ્માઇલ પાછળ શું છે! નીતિશ તેજસ્વી એક જ ફ્લાઇટથી દિલ્હી રવાના થયા. કાકા ભત્રીજામાં કંઈક ખિચડી રંધાઈ હશે કે વાત બસ હાઇ હેલ્લો સુધી!

એલ.પી. પંત નામના યુઝરે લખ્યું કે, કેટલીક તસવીરો ખૂબ ખાસ હોય છે. તો ડૉ. સૂર્ય ઉપાધ્યાય નામના યુઝરે લખ્યું કે કાકા-ભત્રીજા પૈસા બચાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા, જેમાં ભાજપને 240 સીટો મળી, જો કે, NDAએ 292 સીટો સાથે બહુમતના આંકડાને પાર કર્યો છે. બહુમતના આંકડાથી 32 સીટ ઓછી હોવાના કારણે ભાજપ એકલી સરકાર નહીં બનાવી શકે, એવામાં ભાજપને ચંદ્રબાબુ નાયડુની TDP (15) અને નીતિશ કુમાર (1)ની સખત જરૂરિયાત છે. તેમના વિના ભાજપનું સરકાર બનાવી શકવું મુશ્કેલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp