નીતિશ કુમાર JDUના પ્રમુખ બની ગયા, શું હવે RJD સાથે છેડો ફાડશે?

PC: twitter.com

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનાત દળ (યુનાઇટેડ) JD (U)ની કાર્યકારીણી દિલ્હીમાં મળી હતી જેમાં JDUના અધ્યક્ષ પદેથી લલન સિંહનું રાજીનામું લઇ લેવાયું છે અને નીતિશ કુમાર પોતે જ અધ્યક્ષ બની ગયા છે. હવે આ બદલાવને કારણે રાજકારણમાં એવી ચર્ચા શરૂ થઇ છે કે શું નીતિશ કુમાર બિહારમાં RJD ગઠબંધન સાથે છેડો ફાડી નાંખશે? જાણકારોના કહેવા મુજબ નીતિશ કુમાર 8 વખત મુખ્ય મંત્રી અને 6 વખત સાસંદ રહી ચૂક્યા છે એટલે હવે તેમને પ્રાદેશિક રાજકારણમાંથી બહાર આવીને કેન્દ્ર સરકારમાં જવું છે, પરંતુ નીતિશને ડર છે કે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ક્યાંક મહારાષ્ટ્રની જેમ બિહારમાં ખેલ ન કરી નાંખે.

બીજી તરફ ભાજપ માટે નીતિશ કુમાર ખુબ જ જરૂરી છે, કારણકે બિહારમાં લોકસભાની જો 40 બેઠકો જીતવી હોય તો નીતિશના સાથ વગર જીતવી શક્ય નથી.

જાણકારોનું માનવું છે કે નીતિશ કુમાર ફરી NDAમાં ચાલ્યા જાય તો નવાઇ નહીં લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp