કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતનું કોઇ જગ્યાએ નામ નથી: શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે, કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતનું ક્યાય નામ નથી, માત્ર ખુરશી બચાવો બજેટ છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યુ હતું. હવે 5 દિવસ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગોંડલ ગયા હતા અને ત્યાં તાલુકા કોંગ્રેસની એક મીટિંગમાં તેમણે બજેટ વિશે વાત કરી.
તેમણે કહ્યું કે, આખા બજેટમાં ગુજરાતનું ક્યાંયે નામ નથી. માત્ર બિહાર અને આંધ્ર પ્રદેશને ભેટ આપવામાં આવી જે NDAની સહયોગી પાર્ટીઓ છે એટલે આ બજેટ ખુરશી બચાવો બજેટ છે. ખેડુતોને પણ અન્યાય કરવામાં આવ્યો છે. ખાતર, ટેકટર, ઓજાર પર ટેક્સ નાંખવામાં આવ્યો. જ્યારે પૈસાદારો જે વસ્તુઓ ખરીદી શકે તેવી સોના-ચાંદી, પ્લેટીનેમના ઘરેણા પર ટેક્સ ઘટાડાયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp