ઉત્તર ભારત કોંગ્રેસ મૂક્ત અને દક્ષિણ ભારત ભાજપ મૂક્ત બની ગયું

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અત્યારે જે ચિત્ર છે એ રીતે જોઇએ તો ઉત્તર ભારત છે એ કોંગ્રેસ મૂક્ત બની ગયું છે જ્યારે દક્ષિણ ભારત ભાજપ મૂક્ત બની ગયું છે.

ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં દિલ્હી અને જમ્મૂ-કાશ્મીર આવે છે. જેમાં કોંગ્રેસની પાસે માત્ર એક જ રાજ્ય છે અને તે છે હિમાચલ પ્રદેશ. એ સિવાય ઉત્તર ભારતમાં કોંગ્રેસ ક્યાંય પણ નથી.

દક્ષિણ ભારતમાં કેરળ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ આવે છે. કોંગ્રેસે કર્ણાટક પછી તેલગાંણા પર કબ્જો મેળવી લીધો છે. દક્ષિણ ભારતમાં ભાજપની એક પણ જગ્યાએ સત્તા નથી. કોંગ્રેસ ઝારખંડ, બિહાર અને તમિલનાડુમાં ગઠબંધનમાં સરકાર બનાવેલી છે.

ભાજપની દેશમાં પોતાની 12 રાજ્યોમાં સરકાર છે. જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, આસામ, ગોવા, ગુજરાત, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ. ઉપરાંત મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, સિક્કીમ, મેઘાલય પુડીચેરીમાં ગઠબંધનથી સરકાર બનેલી છે.

2024માં લોકસભા જીતવા માટે ભાજપે દક્ષિણના રાજ્યોમાં પગપેસારો કરવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp