નોર્થ કોરિયાએ નેન્સી પેલોસી અને અમેરિકાને આપી ધમકી, કહ્યું- ચૂકવવી પડશે...

PC: abplive.com

તાઇવાનને લઈને ચીન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાના નીચલા સદનના સ્પીકર નેન્સી પેલોસીએ હાલમાં જ તાઇવાનનો પ્રવાસ કર્યો હતો. ચીને આ પ્રવાસ પર સખત આપત્તિ દર્શાવી હતી. ચીને તો અમેરિકા પર સૈન્ય કાર્યવાની ધમકી પણ આપી નાખી હતી. હવે આ વિવાદમાં ઉત્તર કોરિયાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ચીન બાદ ઉત્તર કોરિયાએ પણ નેન્સી પેલોસીને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જો યોંગ સેમે એક નિવેદનમાં કહ્યું કે નેન્સી પેલોસી તાઇવાન પ્રવાસ કરીને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને નષ્ટ કરવા માટે ચીનની નિંદાના ઘેરામાં આવી ગયા.

તેમણે દક્ષિણ કોરિયાના પોતાના પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયા સાથે ઘર્ષણનો માહોલ ઉત્પન્ન કરી દીધો છે. ઉત્તર કોરિયન પ્રવક્તા તરફથી આગળ કહેવામાં આવ્યું કે, નેન્સી પેલોસી પોતાના પ્રવાસ દરમિયાન દક્ષિણ કોરિયન અધિકારીઓ સાથે ઉત્તર કોરિયાના જોખમથી પહોંચીવળવા માટે મજબૂર છે અને ઠોસ પગલાં ઉઠાવવાને લઈને વાત કરી. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના અધિકારીએ આગળ કહ્યું કે, આ બધા પાછળ અમેરિકાની વિનાશકારી રણનીતિ છે જે કોરિયન પ્રાયદ્વીપ અને આ ક્ષેત્રમાં ઉપસ્થિત સત્તાધારી કોરિયન રૂઢીવાદી તાકતોને ઉત્તરમાં પાડોશી દેશવાસીઓ સાથે ઘર્ષણમાં ધકેલીને તણાવપૂર્ણ સ્થિતિ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ઉત્તર કોરિયાએ નેન્સી પેલોસીને ઇન્ટરનેશનલ શાંતિ અને સ્થિરતાની સૌથી ખરાબ વિધ્વંસ બતાવતા તેમની એપ્રિલમાં યુક્રેન પ્રવાસની સખત નિંદા કરી. ઉત્તર કોરિયાએ નેન્સી પેલોસી પર તેમના યુક્રેન યાત્રા દરમિયાન રશિયા સાથે યુક્રેનના ઘર્ષણ માટે માહોલને ઉશ્કેરવાનો આરોપ પણ લગાવ્યો અને હાલમાં પોતાના તાઇવાન પ્રવાસ દરમિયાન તેમને ચીનની નિંદાના શિકાર થવું પડ્યું. ઉત્તર કોરિયાએ પેલોસી પર નિશાનો સાધતા કહ્યું કે તે જ્યાં પણ ગયા, અમેરિકાને તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી પરેશાની માટે મોંઘું ચૂકવવું પડ્યું.

ચીનના સમર્થનમાં અત્યાર સુધી બે દેશ સામે આવી ચૂક્યા છે. તેમાંથી એક ઉત્તર કોરિયા છે અને બીજો રશિયા. બંને દેશોએ નેન્સી પેલોસીના પ્રવાસને ખોટો ગણાવ્યો છે અને તેમના પ્રવાસને ઉશ્કેરનાર પગલું ગણાવ્યો છે. તો તાઇવાન સાથે અત્યાર સુધી ખૂલીને અમેરિકા જ ઊભો નજરે પડી રહ્યો છે. મે મહિનામાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ કહ્યું હતું કે જો તાઇવાન પર ચીનનો હુમલો થાય છે તો અમેરિકા તેમની સૈન્ય મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp