રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવાનું હવે કોંગ્રેસને ભારે પડી રહ્યું છે

PC: thefederal.com

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 2024ના દિવસે થયો હતો એ વાતને આજે એક મહિનાનો સમય થવા આવ્યો. અયોધ્યા રામ મંદિર માટે કોંગ્રેસના નેતાઓને આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેઓએ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ નહીં થવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે જ આ નિર્ણયને કારણે કોંગ્રેસમાં આંતરિક મતભેદ ઉભા થયા હતા. હવે તેની અસર જોવા મળી રહી છે અને કોંગ્રેસના નેતાઓ નારાજ થઇને ભાજપમાં જોડાઇ રહ્યા છે.

જ્યારે કોંગ્રેસે રામ મંદિરના કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કર્યો ત્યારે જ કોંગ્રેસના કેટલાંક નેતાઓ નારાજ થયા હતા. ઘણા બધા નેતાઓએ ટ્વીટ કરીને નારાજગી પણ વ્યક્ત કરી હતી. તાજેતરમાં રાજસ્થાન કોંગ્રેસની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા મહેન્દ્રજીત સિંહ માલવીયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડી લીધો હતો. તેમણે કહ્યું હતું કે, મારે અયોધ્યા જવું હતું, પરંતુ મારી પાર્ટીએ મને રોક્યો હતો. આને કારણે સનાતન ધર્મના લોકોમાં ભારે નારાજગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp