જૂના નેતાઓ ખતમ થયા, હવે PM મોદી સામે યુવા રાજકારણી મોટો પડકાર

PC: hindustantimes.com

અત્યારે જો આપણે દેશના રાજકારણ પર નજર કરીએ તો બે મોટી નેશનલ પાર્ટી છે. એક કોંગ્રેસ અને બીજી ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસમાં હવે ધીમે ધીમે જૂની પેઢી ખતમ થવા આવી છે અને કોંગ્રેસ કમજોર પણ પડી છે.

હિંદી બેલ્ટના અને અન્ય રાજ્યોની સ્થિતિ જોઇએ તો જોવા મળે છે કે હવે જુના નેતાઓ ખતમ થઇ રહ્યા છે અને યુવા નેતાઓ આગળ આવી રહ્યા છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર ફેંકી શકે છે.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો દલિત નેતા માયાવતીનો એક જમાનો હતો, પરંતુ આજે તેમનો પાવર ઘટી ગયો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક જ યુવાન નેતા છે અને તે છે અખિલેશ યાદવ. બિહારમાં નીતિશ કુમાર હતા જે પ્રધાનમંત્રીને ટકકર આપી શકે તેવા હતા, પરંતુ હવે તેઓ NDAમાં સામેલ થઇ ગયા છે. બિહારમાં એક જ યુવાન ચહેરો છે અને તે છે તેજસ્વી યાદવ.

એ જ રીતે પંજાબમાં ભાગવંત માન, દિલ્હીમાં કેજરીવાલ, ઝારખંડમાં હેમંત સોરન છે. રાજસ્થાનમાં કોગ્રેસ મજબુત છે, પરંતુ અશોક ગેહલોતની હવે ખાસ્સી ઉંમર છે અને યુવાન ચહેરા તરીકે સચીન પાયલોટ છે. મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરે છે, પરંતુ હજુ તેઓ એટલા આગળ આવી શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp