ઉમર અબ્દુલ્લા CM તો બની ગયા, પણ જમ્મુ-કાશ્મીરમાં હવે પાવર ગેમ બદલાઇ ગઇ છે

PC: x.com/OmarAbdullah

ઓગસ્ટ 2019માં કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી જમ્મુ-કાશ્મીરને 5 વર્ષ પછી પહેલા મુખ્યમંત્રી મળી ગયા છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ 16 ઓકટોબરે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઉમર અબ્દુલ્લા 2009થી  2014 સુધી જમ્મુ-કાશ્મીરના  CM રહી ચૂક્યા છે, પરંતુ તે સમય અને અત્યારના સમયમાં આસામાન જમીનનો ફરક છે.

 તે સમયે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું જ્યારે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તે વખતે વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો હવે 5 વર્ષનો છે તે વખતે બધી સત્તા મુખ્યમંત્રી પાસે હતી જ્યારે હવે લેફ્ટન્ટ ગર્વનર પાસે છે.

હવે રાજ્ય સરકાર પાસે માત્ર જમીન, પોલીસ અને કાયદો વ્યવસ્થા છોડીને બધી સત્તા છે, પરંતુ બધી બાબતો માટે LGની મંજૂરી તો લેવી જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp