હવે મુખ્યમંત્રી નથી તો શું કરશે શિવરાજ સિંહ ચૌહાણ? રાજકારણ માટે છે આ વિકલ્પ

PC: indianexpress.com

8 દિવસ લાંબી ચર્ચા બાદ અંતે એ નક્કી થઈ જ ગયું કે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે. મોહન યાદવના નામની જાહેરાત બાદ મધ્ય પ્રદેશમાં 18 વર્ષોથી ચાલતા આવી રહેલા શિવ’રાજનો અંત થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણી 2023માં ભાજપની જીત બાદ હવે લાડલી બહેનોના મામા શિવરાજ સિંહ ફરીથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી પર નહીં દેખાય. આ દરમિયાન અનુમાનોનો બજાર ગરમ છે છે કે જો શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી નહીં હોય તો શું કરશે? શું તેઓ દિલ્હીની રાજનીતિમાં દાખલ થશે કે પછી પાર્ટી તરફથી તેમને કોઈ જવાબદારી આપવામાં આવશે.

15 મહિનાની કોંગ્રેસની સરકારને છોડી દઈએ તો શિવરાજ 18 વર્ષથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા, પરંતુ હવે શિવરાજના રાજકીય વિકલ્પને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે કે હવે તેમનું વલણ કઈ તરફ હશે. શિવરાજે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ દિલ્હી નહીં જાય અને મધ્ય પ્રદેશમાં રહીને જ લોકોની સેવા કરશે, પરંતુ હાઇકમાન દ્વારા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવાના નિર્ણય બાદ હવે શિવરાજના રોલને લઈને પણ કોઈ આદેશ હશે?

શું શિવરાજ સિંહ ચૌહાણને પાર્ટીમાં કોઈ પ્રકારની કોઈ જવાબદારી મળશે? એવું જોવા મળ્યું છે કે વર્ષ 2018માં જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપની હાર થઈ હતી, ત્યારે પાર્ટીએ તેમને ઉપાધ્યક્ષ પદ આપ્યું હતું. ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણ સભ્યતા અભિયાનના રાષ્ટ્રીય પ્રભારી તરીકે કામ કરી રહ્યા હતા. જો કે, શિવરાજે દબાયેલા મનથી એ કામ કર્યું, પરંતુ તેમના માટે પાર્ટીનો આ જ નિર્ણય હતો. સામાન્ય રીતે મુખ્યમંત્રીઓને તેમના પદ છોડ્યા બાદ તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી દેવામાં આવે છે.

આ કોઈ નેતાના રાજકીય કરિયરને વિરામ આપવાની અવસ્થા હોય છે, પરંતુ તેના માટે શિવરાજ કદાચ તૈયાર જ હોય. લોકસભાની ચૂંટણી 2024 માટે શિવરાજ મધ્ય પ્રદેશના વિધાનસભાની ચૂંટણી બાદ જ કમર કસી ચૂક્યા છે. તેઓ જનતા સામે જાય છે અને સીધી રીતે કહે છે કે ભલે તેઓ મુખ્યમંત્રી ન રહે, પરંતુ મધ્ય પ્રદેશની જનતાએ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત દેશના વડાપ્રધાન બનાવવાના છે. તેઓ મિશન 29 માટે પાર્ટી માટે જમીન તૈયાર કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ મધ્ય પ્રદેશ છોડી રહ્યા નથી, પરંતુ તેમનો નિશ્ચય છે કે તેઓ મધ્ય પ્રદેશમાં 29 લોકસભા સીટોની ગિફ્ટ વડાપ્રધાન મોદીને આપવા માગે છે.

શિવરાજ માટે અન્ય વિકલ્પ તરીકે દિલ્હીની રાજનીતિ બચી જાય છે. શું તેમને સરકારમાં કોઈ પ્રકારનું કોઈ પદ મળી શકે છે? પરંતુ નજીકના ભવિષ્યમાં એવું થવાની કોઈ સંભાવના નજરે પડી રહી નથી કેમ કે પાર્ટીનું હવે સંપૂર્ણ ધ્યાન આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણી પર છે અને આ ચૂંટણીમાં પાર્ટી ચૂંટણી અભિયાન માટે સૌથી આગળના સેનાપતિ તરીકે તેમનો ઉપયોગ કરી શકે છે અને રાજકીય મહત્ત્વ માટે અન્ય પાર્ટીઓને હરાવવાની રણનીતિ બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp