થઈ ગયું ફાઈનલ, આ નેતા બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી, ગઠબંધનની સરકાર બની

PC: twitter.com

રવિવારે શાહબાજ શરીફની બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાનના રૂપમાં પસંદગી થઈ છે. તેમણે પોતાના ભાઈ નવાજ શરીફે ચોથો કાર્યકાળ અસ્વીકાર કર્યા બાદ પદ બીજી વખત સ્વીકાર કરી લીધું. પાકિસ્તાની અખબાર ડૉનના રિપોર્ટ મુજબ, નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાજ સદિકે જાહેરાત કરી કે PMLNના અધ્યક્ષ શહબાજ શરીફે 201 વોટ હાંસલ કર્યા બાદ, તેમની પાકિસ્તાનના 24માં વડાપ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન પદ માટે PTIના ઉમેદવાર અમર અયુબ ખાનને 92 વોટ મળ્યા.

પાકિસ્તાનામાં 8 ફેબ્રુઆરીએ મતદાતાઓએ મતદાન કર્યું હતું, જેમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ થવા, ધરપકડ અને હિંસાઓના કારણે મતદાનમાં બાધા આવી અને પરિણામોમાં અસામાન્ય રૂપે મોડું થયું, જેથી આરોપ લાગ્યા કે મતદાનમાં ધાંધલી થઈ હતી. શરીફ ઓગસ્ટ સુધી પોતાની ભૂમિકામાં ભજવતા રહ્યા, જ્યારે ચૂંટણી અગાઉ સંસદ ભંગ કરી દેવામાં આવી અને એક કાર્યવાહક સરકારે સત્તા સંભાળી.

સંસદમાં મતદાન જેની પહેલી બેઠક ગુરુવારે થઈ, સખત સુરક્ષા વચ્ચે થઈ કેમ કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારોએ પરિણામનો વિરોધ કર્યો અને તેમને છોડવાની માગ કરી. ઈમરાન ખાન દ્વારા સમર્થિત ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) પાર્ટીનો આરોપ છે કે રાષ્ટ્રીય ચૂંટણીમાં તેમની વિરુદ્ધ ધાંધલી થઈ છે અને તેમણે ચૂંટણીની ઓડિટની માગ કરી છે. કોઈ પણ એક પાર્ટીને બહુમત ન મળ્યું.

72 વર્ષીય શરીફ 3 વખતના વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે, જેમણે પોતાની પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) પાર્ટીના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. શાહબાજ શરીફ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ 2022થી ઓગસ્ટ 2023 સુધી પણ પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા હતા. એ સમયે પણ PPP સાથે ગઠબંધનમાં સરકાર ચલાવી હતી. શાહબાજ શરીફને વડાપ્રધાન બનાવવા માટે 336 સભ્યોવાળી સિનેટમાં 169 વોટ જોઈતા હતા, જેણે શાહબાજ શરીફે સરળતાથી હાંસલ કરી લીધા. PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવારને 336 સભ્યોની સદનમાં 201 વોટ મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp