મોદીનું ફરી PM બનવું ભારત જ નહીં, એશિયાની સ્થિરતા.., પાક. બિઝનેસમેને કર્યા વખાણ

PC: x.com/sajidtarar

2024ની લોકસભાની ચૂંટણીમાં NDAને બહુમત મળ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. 9 જૂન એટલે કે કાલે સાંજે શપથગ્રહણ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રી પણ શપથ લેશે. નરેન્દ્ર મોદી ફરી એક વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાવાથી એક પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન ખૂબ ખુશ છે. તેમણે હાલમાં જ એક નિવેદનમાં ભારતના નવચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી દરેક વાકેફ છે, પરંતુ હવે પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેને કહ્યું કે, નરેન્દ્ર મોદીનું ફરી એક વખત વડાપ્રધાન બનવું ન માત્ર ભારતમાં, પરંતુ આખા દક્ષિણ આશિયા ક્ષેત્રમાં સ્થિરતાની ગેરંટી છે.

 

બિઝનેસમેન સાજિદ તરારે નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા અને ભારતની સ્થિરતા બનાવી રાખવા અને સંભવિત અસ્થિરતાને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપ્યો. બિઝનેસ ટૂડેના રિપોર્ટ મુજબ, સાજિદ તરારે કહ્યું કે, ભારતના ભવિષ્યની સ્થિરતા માટે મોદીનું નેતૃત્વ આવશ્યક છે. તેમણે કહ્યું કે, મોદી રાજનીતિક ઊથલ-પાથલ રોકવા અને દેશનું સંવિધાન બનાવી રાખવા માટે એક મજબૂત નેતા છે.

મોદીનું નેતૃત્વ ભારતની સ્થિરતા અને ભવિષ્યની સંભાવનાઓની ગેરંટી છે. મોદીના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ સાજિદ તરારે કહ્યું કે, પાકિસ્તાનન લોકો બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારની આશા રાખી રહ્યા છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ તરફથી શુભેચ્છા સંદેશ ન મળવા પર નિરાશા વ્યક્ત કરી અને મોદીના શપથગ્રહણ સમારોહમાં શરીફ સામેલ નહીં થાય તેવી આશા વ્યક્ત કરી. તરારે મોદી વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત બતાવતા કહ્યું કે, મોદી ન માત્ર ભારત માટે, પરંતુ પાકિસ્તાન માટે પણ ફાયદાકારક છે.

તેમણે મોદીના નિરંતર નેતૃત્વમાં બંને દેશો વચ્ચે વેપાર અને સારા સંબંધોની સંભાવના વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામે ઘણા પડકાર છે. જેમાં રાજનીતિક અસ્થિરતા અને આર્થિક સંકટ સામેલ છે. તરારે કહ્યું કે, ભારત સાથે સારા સંબંધ કરવા હોય તો ચીનના પ્રતિનિધિ બનવાથી દૂર રહેવું પડશે. તેમણે નવી દિલ્હી સાથે સંબંધોને મજબૂત કરવા અને આંતરિક મુદ્દાઓને પ્રભાવી ઢંગે હલ કરવા માટે પાકિસ્તાનમાં મજબૂત નેતૃત્વની આવશ્યકતા પર ભાર આપ્યો. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુદ્દાઓને ઉકેલવા અને વેપાર વધારવા કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp