પાકિસ્તાની ટીમનું સ્વાગત માત્ર ગુજરાતમાં જ થઇ શકે, બીજા રાજ્યમાં હતે તો..: રાઉત

PC: freepressjournal.in

શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વોલ્ટેજ વન-ડે વર્લ્ડકપ મેચ રમાઇ ગઇ અને ભારતે આ મેચ સાવ આસાનીથી જીતી પણ લીધી. પરંતુ ભારત-પાકિસ્તાન મેચને લઇને રાજકીય નિવેદનબાજી ચાલું જ છે. શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, પાકિસ્તાન ટીમનું સ્વાગત માત્ર ગુજરાતમાં જ થઇ શકે, અન્ય રાજ્યમાં મેચ હતે તો ભાજપ જ હંગામો કરતે. રાઉતે બાલ ઠાકરેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શનિવારે 14 ઓકટોબરે ભારત-પાકિસ્તાન મેચ પહેલાં જ્યારે પાકિસ્તાનની ક્રિક્રેટ ટીમ અમદાવાદ આવી પહોંચી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ટીમના સ્વાગતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આ માત્ર ગુજરાતમા જ થઇ શકે, જો અન્ય રાજ્યમાં પાકિસ્તાન સાથેની મેચ હતે તો અત્યાર સુધીમાં ભારે હંગામો મચી ગયો હતે અને એ હંગામો ભાજપે જ કર્યો હતે.

સંજય રાઉતે કહ્યુ કે પાકિસ્તાન ટીમ આવી પણ શકે અને ગુજરાતમાં સ્વાગત પણ થઇ શકે. આવું દેશમાં માત્ર ગુજરાતમા જ શક્ય છે.

શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેનો ઉલ્લેખ કરીને સંજય રાઉતે કહ્યુ કે, દિવગંત રાજનેતા બાલ ઠાકરેએ પાકિસ્તાન ટીમને મહારાષ્ટ્રમાં રમતા રોકી હતી, કારણકે તે વખતે આપણા ભારતીય સૈનિકો અને કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી રહી હતી.

રાઉતે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપે બાલ ઠાકરેના નામ પર મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને પછી તેમના આદર્શોનું ભાજપે પાલન ન કર્યું.

જો કે એક વાત તો છે જ કે બાલ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાએ અનેક વખત ભારત-પાકિસ્તાન મેચ પર આપત્તિ બતાવી હતી. તેમનું કહેવું હતુ કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાની ભારતમાં મેચ રમી શકે નહીં.

રાઉતે કહ્યુ કે, શિવસેનામાં જોડાયેલા બાલ ઠાકરેના એક જમાનાના વફાદાર એકનાથ શિંદેની મદદથી ઉદ્ધવ ઠાકરે સરકારને ઉથલાવીને મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી.

ધારાસભ્યોના બળવાની આગેવાની લીધી. શિંદેએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના બાળ સાહેબ ઠાકરે દ્વારા નિર્ધારિત રાજકીય માર્ગથી ભટકી ગઈ છે.

અમદાવાદમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. પાકિસ્તાનની ટીમે પહેલી બેટીંગ કરીને બોર્ડ પર માત્ર 191 રન મૂક્યા હતા. જેની સામે ભારતે સરળતાથી મેચ જીતીને પોઇન્ટ ટેબલ પર પહેલાં નબંરનું સ્થાન મેળવી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp