નિર્મલા સીતારમણના પતિનો આરોપ- ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું...

PC: twitter.com/parakala

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે મોટો આરોપ લગાવતા ઈલેક્ટોરલ બોન્ડની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, આ ફક્ત દેશનું નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, ચૂંટણી બોન્ડનો મોટો મુદ્દો બનશે. ભાજપની લડાઈ વિપક્ષના દળો કે પાર્ટીઓ સાથે નહીં પરંતુ આ મુદ્દાને કારણે અસલી લડાઈ ભારતના લોકો અને ભાજપ વચ્ચે જોવા મળશે.

તેમણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે, ઈલેક્ટોરલ બોન્ડથી જોડાયેલો કેસ આજની તુલનામાં હજુ વધુ જોર પકડશે. આ ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. હવે દરેક વ્યક્તિ ધીમે-ધીમે સમજી રહ્યો છે કે આ ભારતનું નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. એવામાં મને એવું લાગે છે કે, આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો તરફથી સખત સજા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. તેઓ 2014થી 2018 સુધી આંધ્ર પ્રદેશ સરકારમાં સેવા આપી ચૂક્યા છે, જ્યારે કમ્યુનિકેશન એડવાઇઝર પણ રહ્યા હતા. આંધ્ર પ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં બે જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા પરકલા પ્રભાકર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી 1991મા ભણ્યા હતા. આ સિવાય તેમણે ઘણી બૂક્સ પણ લખી છે.

ચૂંટણી બોન્ડ દ્વારા 2019 થી 1,27,69,08,93,000 રૂપિયા દેશની કંપનીઓએ રાજકીય પક્ષોને દાનમાં આપ્યા હતા. આ ખુલાસો ત્યારે થયો જ્યારે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી મળેલા ડેટાને વેબસાઈટ પર જાહેર કર્યો. રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં કુલ 20,421 ઈલેક્ટોરલ બોન્ડ કેશ કર્યા, જેમાંથી 12,207 1 કરોડ રૂપિયાના બોન્ડ હતા, રૂ. 10 લાખના 5,366 બોન્ડ હતા, જ્યારે 2,526 બોન્ડ 1 લાખ રૂપિયાના હતા.

બોન્ડ દ્વારા સૌથી વધુ રકમ ભાજપને મળી હતી. ભાજપને 6060 કરોડરૂપિયા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળ્યા છે, જે કુલ રકમના લગભગ અડધી છે. પાર્ટીએ રૂ. 1 કરોડના 5,854 બોન્ડ અને રૂ. 10 લાખના 1,994 બોન્ડ રિડીમ કર્યા હતા. 1 લાખ અને 10 હજાર રૂપિયા ઉપરાંત પાર્ટીએ 1000 રૂપિયાના 31 બોન્ડ પણ કેશ કર્યા હતા. બીજા સ્થાને, તૃણમૂલ કોંગ્રેસે રૂ. 16,09,50,14,000 ના 3,275 ઇલેક્ટોરલ બોન્ડ કેશ કર્યા, જેમાં પ્રત્યેક રૂ. 1 કરોડના 1,467 બોન્ડ અને રૂ. 10 લાખના 1,384 બોન્ડનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp