ઉદયનિધિનું માથું કલમ કરનારને મળશે 10 કરોડનું ઈનામ અયોધ્યાના સંતની જાહેરાત

PC: freepressjournal.in

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મના નાશ’વાળા નિવેદન પર વિવાદ વધતો જઈ રહ્યો છે. સોમવારે અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત પરમહંસ આચાર્યએ તલવારની અણીએ ઉદયનિધિ સ્ટાલિનનું પોસ્ટર ફાડી સળગાવ્યું હતું. તેમણે પ્રતિકાત્મક રૂપે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કર્યું. સાથે જ જાહેરાત પણ કરી કે, જે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કરીને લાવશે, તેને ઈનામમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવશે.

મહંત પરમહંસ આચાર્યએ કહ્યું કે, લાખો વર્ષોથી સનાતન ધર્મ છે. આ ધર્મનો ન કોઈ આદિ છે, ન અંત. સનાતનને કોઈ મટાડી નહીં શકે. જો તેને કોઈએ મટાડવાનો પ્રયાસ કર્યો તો પોતાની જાતે જ મટી જશે. પરમહંસ આચાર્યએ કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિનના માથા પર 10 કરોડનું ઈનામ રાખ્યું છે, જે પણ તેનું માથું કલમ કરીને લાવશે. તેને આ ઈનામ આપવામાં આવશે. જો કોઈ તેનું માથું ન લાવી શક્યું તો હું તેનું માથું કલમ કરીશ. મેં તલવાર પકડી લીધી છે. હું પોતે તામિલનાડુ જવાનો છું અને તેનું માથું કલમ કરીશ.

ઉદયનિધિના સનાતન ધર્મ પર આપેલા નિવેદન પર હિન્દુવાદી નેતાઓએ રિકબગંજ હનુમાનગઢી નજીક વિરોધ પ્રદર્શન કર્યું. નેતાઓએ સ્ટાલિનની ધરપકડ કરવાની માગ પણ કરી છે. મહંત પરમહંસે કહ્યું કે, જો ઉદયનિધિ સ્ટાલિને કોઈ અન્ય ધર્મ બાબતે એવી વાત બોલી હોત તો તેનાઆ ચીથરા ઊડી જતા. તેઓ જાણે છે કે સનાતન ધર્મ માનવતાવાદી, અહિંસાવાદી છે, પરંતુ અમે રાક્ષસોનું વધ કરતા પાછળ હટતા નથી. ઉદયનિધિ રક્ષણ બની ચૂક્યા છે.

આ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ઉદયનિધિના નિવેદન પર પ્રહાર કરી ચૂક્યા છે. રાજસ્થાનના સિકરમાં કથા દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, કાલે કોઈ કહી રહ્યું હતું કે સનાતન ધર્મનો નાશ કરી દેવો જોઈએ. એમ વિચારનારને હું કહું છું કે, ભારતમાં રહેવું હશે તો રામ નામ બોલવું પડશે. જે પણ વ્યક્તિ સનાતનનો વિરોધ કરશે, તેની ઠઠરી અને ગાંસડી બંને બાંધવાનું કામ તે કરશે. હું કોઈને ધમકી નહીં, પરંતુ ડિક્લેમર આપી રહ્યો છું. જો કોઈને ભગવાન પર શંકા છે તો તે મેદાનમાં આવી જાય. હું તેની બધી શંકા ક્લિયર કરી દઇશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp