કંગના રણૌત કહે છે- PM મોદીને લોકો ભગવાન માને છે, તેમનામાં દૈવી શક્તિ તો છે જ

PC: bjp.org

લોકસભા 2024ની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે પુરુ થયું. આ દરમિયાન બોલિવુડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપની ઉમેદવાર કંગના રનૌતે એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. કંગનાને જ્યારે પુછવામાં આવ્યું કે શું તમારો પ્રચાર અહીં સફળ થઇ રહ્યો છે? જેના જવાબમાં કંગનાએ કહ્યુ કે, PM મોદીને લઇને જે ઉત્સાહ છે અને તેઓ માત્ર નેતા નથી, લોકો તેમની પૂજા કરે છે. કંગનાએ કહ્યું કે, એ કહેવું ખોટું નહીં હોય કે લોકો PM મોદીને ભગવાન સમજે છે. તેમનામાં દૈવી શક્તિ તો છે જ.

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગના રનૌતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતા કહ્યું કે જે નીચા લેવલથી આટલી મોટી સફળતા મેળવતા હોય તો એવું કહેવું ખોટું નહીં હોય કે PM મોદીની સાથે અનેક દૈવી શક્તિઓ છે, જેમના આર્શીવાદ પ્રધાનમંત્રીને મળેલા છે.

કંગનાને જ્યારે પુછવામાં આવ્યું કે, આરામની જિંદગી છોડીને જનસેવા અને ભાજપમાં કેમ આવ્યા? જેના જવાબમાં બોલિવુડ અભિનેત્રીએ કહ્યું કે, મેં હમેંશા મારા દિલની વાત સાંભળી છે. મારે કઇંક બનવું છે એવું મેં ક્યારેય વિચાર્યુ નથી. હું હમેંશા આગળ વધતી રહી છું. કંગનાએ કહ્યું કે, હુ મારી મહત્વકાંક્ષાઓને બાંધાની રાખતી નથી.

કંગનાએ આગળ કહ્યું કે, હું એ વિચારુ છે કે વધારે પડતું નુકશાન કે ફાયદામાંથી બહાર નિકળીને આગળ વધતા રહેવું જોઇએ. એનું પરિણામ એ આવ્યું છે કે હું એવી કોશિશમાં છું કે જો મને પ્રજાની વચ્ચે કામ કરવાની તક મળશે તો એ કામ કરવા માટે ભગવાન મને હિંમત આપશે.

ઇન્ટરવ્યૂ દરમિયાન કંગનાને પુછવામાં આવ્યુ કે,તમે ભાઈ-ભત્રીજા વાદની વિરુદ્ધ રહો છો પણ તે તમારો પીછો છોડતો નથી, આવું કેમ? તેના પર કંગનાએ કહ્યું કે હું હંમેશા નેપોટીઝમની વિરુદ્ધ હતી. આ માટે મને જેલમાં પણ મોકલવામાં પણ મોકલવામાં આવી. કલ્પના કરો, હિમાચલમાં પણ હું રાજવી પરિવારના એક સભ્ય સાથે લડાઈનો સામનો કરી રહી છું જે કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ છે.

આ દરમિયાન કંગનાએ કહ્યું કે, મારી રેલીઓ પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા. મારી પાર્ટીના બે કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા. ચૂંટણી પ્રચાર દરમિયાન મારી સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.કંગનાએ કહ્યું કે મારો વિરોધ ત્યાં સુધી થઇ રહ્યો છે કે હું જે મંદિરમાં જાઉં છું તે મંદિરની મારા ગયા પછી સફાઇ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp