'ભારતના બોયકોટથી અમારા ટૂરિઝ્મની હાલત..', માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિએ માગી માફી

PC: livemint.com

માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે બહિષ્કારને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું કે તેનાથી દેશના પર્યટન પર અસર પડી છે. મોહમ્મદ નશીદે માલદીવ્સના લોકો તરફથી ભારતીયો પાસે માફી પણ માગી છે અને કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ભારતીય પર્યટક તેમના દેશમાં આવતા રહે. ભારત અને માલદીવ્સ વચ્ચે રાજનીતિક વિવાદ ચાલુ છે. આ દરમિયાન માલદીવ્સાન પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવ્સ પર ભારતના બહિષ્કારના આહ્વાન બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેની તેમના દેશના પર્યટન ક્ષેત્ર પર અસર પડી છે. તેમણે માલદીવ્સના લોકો તરફથી પણ માફી માગી.

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ નશીદ આ સમયે ભારતમાં જ છે. તેમણે બંને દેશો વચ્ચે તણાવ બાબતે મીડિયા સાથે વાત કરી કે માલદીવ્સના લોકોને માફ કરજો. બહિષ્કારે માલદીવ્સ પર માઠી અસર નાખી છે અને હું વાસ્તવમાં તેને લઈને ખૂબ ચિંતિત છું. હું કહેવા માગું છું કે, મને અને માલદીવ્સના લોકોને તેનું દુઃખ છે. પૂર્વ રાષ્ટ્રપતિયએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે હું કાલે રાત્રે વડાપ્રધાને મળ્યો. વડાપ્રધાન મોદીએ અમને બધાને શુભેચ્છા આપી. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો સમર્થક છું અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ આપું છું.

તેમણે બહિષ્કાર માટે જવાબદાર લોકોને હટાવવામાં વર્તમાન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીની પણ સરાહના કરી. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને લાગે છે કે આ મામલાઓને ઉકેલવા જોઈએ અને આપણે રસ્તા બદલીને પોતાના સામાન્ય સંબંધ તરફ ફરવું જોઈએ. ઐતિહાસિક સંબંધો પર પણ વિચાર કરતા મોહમ્મદ નશીદે પાછલા પડકારો દરમિયાન ભારતના જવાબદારીપૂર્ણ વલણ અને વ્યવહારને લઈને પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, જ્યારે માલદીવ્સના રાષ્ટ્રપતિ ઇચ્છતા હતા કે ભારતીય સૈન્યકર્મી જતા રહે તો તમે જાણો છો કે ભારતે શું કર્યું? તેમણે તમારા ખભા ન મરોડ્યા. તેમણે તાકતનું પ્રદર્શન ન કર્યું, પરંતુ માલદીવ્સની સરકારને બસ એટલું કહ્યું કે સારું છે આવો તેના પર ચર્ચા કરીએ.

મોહમ્મદ નશીદે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ્ને ડોર્નિયર ઉડાણ અને હેલિકોપ્ટર પર વાતચીત બંધ કરવાનો પણ આગ્રહ કર્યો અને કહ્યું કે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ મુઈજ્જુએ એ ચર્ચાઓ કરી. હું તેમને ફોન કરીશ કે કૃપયા ડોર્નિયર ઉડાણ અમે હેલિકોપ્ટર પર આ ચર્ચાઓને રોકો. ચીન સમર્થક નેતાના તરીકે ઓળખાતા મુઈજ્જુએ નવેમ્બરમાં રાષ્ટ્રપતિના રૂપમાં કાર્યભાર સાંભળ્યા બાદ કહ્યું હતું કે તેઓ પોતાના દેશથી બધા ભારતીય સૈન્યકર્મીઓને હટાવવાના પોતાના ચૂંટણી વાયદાને પૂરો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp